Sat,04 May 2024,1:06 pm
Print
header

ગુજરાત ભાજપે શરૂ કરી લોકસભાની તૈયારીઓ, આજથી કમલમમાં બે દિવસીય બેઠક- Gujarat Post

ગાંધીનગરઃવર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈને આજથી કમલમમાં બે દિવસીય બેઠક યોજાશે. જેમાં દરેક વોર્ડ અને બુથમાં કેવી રીતે મહત્તમ વોટ લઈ શકાય તેમજ તમામ 26 બેઠકો 5 લાખના મતોના અંતરથી જીતવાની વ્યૂહ રચના ઘડવામાં આવશે. સરકાર અને સંગઠન વચ્ચે સંકલન વધારવાની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.

ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રાજ્યમાં ખૂલેલા ખાતાથી આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને કોઈ નુકસાન ન થાય અને તમામ 26 બેઠક જીતી હેટ્રિક કરવાની માસ્ટર વ્યૂહરચના બેઠકમાં ઘડવામાં આવશે. સંગઠન મહામંત્રી રત્નાકર, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે. પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ પણ હાજર રહેશે, કેન્દ્ર સરકારની યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને તેના લાભ વધુમાં વધુ લોકોને મળે તે અંગે પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch