Fri,26 April 2024,3:44 pm
Print
header

DGP આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેંશન - Gujarat Post

(ડીજીપી આશિષ ભાટિયાની ફાઇલ તસવીર)

  • 31  મેના રોજ  આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂરો થતો હતો
  • 31 જાન્યુઆરી 2023 સુધી તેઓ તેમના પદ પર કાર્યરત રહેશે
  • આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી
  • કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટીએ ભાટિયાને એક્સટેંશન આપવાની મંજૂરી આપી

અમદાવાદઃ ગુજરાત પોલીસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.વિધાનસભા ચૂંટણી પહેલા DGP આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે. 31 મેના રોજ ભાટિયાનો કાર્યકાળ પૂરો થતો હતો, એક્સટેંશન બાદ 31 જાન્યુઆરી 2023 સુધી તેઓ આ પદ પર કાર્યરત રહેશે. ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે. 

કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવાની મંજૂરી આપી દીધી છે. જેથી હવે અન્ય અધિકારીઓ આ પદના રેસમાંથી નીકળી ગયા છે. અગાઉ ચર્ચાઓ હતી કે અમદાવાદના સીપી સંજય શ્રીવાસ્તવને ડીજીપીનું પદ મળી શકે છે પરંતુ હવે ભાટિયાનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch