Fri,26 April 2024,8:29 am
Print
header

ગુજરાત કોંગ્રેસની મળશે કારોબારી બેઠક, ચૂંટણીને લઈને ઘડાશે વ્યૂહરચના- Gujarat Post

(file photo)

ચૂંટણી નજીક આવતાં દરેક પક્ષો થઈ રહ્યાં છે ફૂલ એક્ટિવ

આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ભાજપ, કોંગ્રેસનું બગાડ્યું છે ગણિત

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો સક્રિય થઈ રહ્યાં છે.હાલ ચૂંટણી પંચની ટીમ પણ ગુજરાતમાં છે. AAPની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસનું રાજકીય સમીકરણ બગડયું છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે અમદાવાદમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાશે. અમદાવાદમાં GPCC ખાતે યોજાનારી બેઠકમાં ચૂંટણીને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે કવાયત તેજ કરી છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહેશે.

બે દિવસ અગાઉ અમદાવાદ ખાતે યુથ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં યુથ કોંગ્રસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગત 5 તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. દરમિયાન તેમના દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યાં છે. ગુજરાતના યુવાનોને જાગૃત કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને યાત્રામાં વિધાનસભાની 75 બેઠકો કવર કરવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને લઈને અપાયેલા વચનો દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch