Tue,07 May 2024,8:41 pm
Print
header

તોડબાજો સામે સકંજો....મહેન્દ્ર પટેલ સહિત RTI એક્ટિવિસ્ટ બનીને તોડ કરનારા સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ- Gujarat Post

મંત્રીઓ અને અધિકારીઓને આવી પ્રવૃત્તિ કરનારા લોકો સામે ફરિયાદ નોંધવાની સૂચના

મહેન્દ્ર પટેલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તા. 2 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં

ગાંધીનગર: RTI એક્ટીવિસ્ટ બનીને શિક્ષણ જગતમાં તોડ કરનારા લોકોને ડામવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ વિભાગને આદેશ આપ્યો છે.મંત્રીઓ અને અધિકારીઓને આવી પ્રવૃત્તિ કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવવાની સૂચના આપી છે. RTI એક્ટિવિસ્ટના નામે તોડબાજી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓની મિલીભગત હોય તો તેમની સામે પણ વિભાગીય અને કાયદાકીય પગલાં ભરવા સૂચના આપી છે. શિક્ષણ વિભાગમાં RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે કાયદાકીય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે.

સુરતમાં શાળા સંચાલક પાસેથી રૂ. 66 લાખ લેવાનાં પ્રકરણમાં પકડાયેલો મહેન્દ્ર પટેલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક શાળા સંચાલકો સાથે સંપર્કમાં હતો. અહીનાં અનેક શાળા સંચાલકોને વર્ગો મંજૂર કરાવી દેવાની લાલચ આપી શીશામાં ઉતારતો હતો અને રૂપિયા પડાવી લેતો હતો.

મહેન્દ્ર પટેલે વર્ષો અગાઉ રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં શૈક્ષણિક ફિલ્મો દેખાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી થાય તેવી ફિલ્મ દર્શાવવા માટે પણ તે શાળાઓમાંથી વધુ પૈસા પડાવતો હતો. ફિલ્મ દેખાડવાની સામે કેટલાક પોતાનાં પ્રકાશનો પણ તે શાળામાં લઈ જતો હતો. સસ્તી કિંમતની ચોપડીઓ મોંઘા ભાવે પધરાવતો હતો.

રાજયનાં શિક્ષણ વિભાગ સામે ઘરોબો કેળવ્યાં બાદ મહેન્દ્ર પટેલ રાજકીય માથાઓનાં સંપર્કમાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શાળાઓ સામે જુદા જુદા પ્રકારની ઈન્કવાયરી ચાલતી હોય તો તેની પતાવટ કરવામાં સેટલમેન્ટ કરાવી દેવાની ભુમિકા ભજવી નવી શાળાની મંજૂરી પૂર્વેનાં ઈન્સ્પેકશનમાં સારો રીપોર્ટ આપી દેવા સુધીનાં કામ તેનાં હસ્તક થતા હતાં. રાજયભરની ખાનગી અને ગ્રાન્ટેડ સાળામાં એજન્ટ તરીકે પંકાયેલા મહેન્દ્ર પટેલ સામે સૌરાષ્ટ્રનાં અનેક શાળા સંચાલોક સાથે કામ કરતો હતો. ખોટા આધાર પુરાવા ઉભા કરી શાળાઓની મંજૂરી અપાવી દીધા બાદ શિક્ષણ વિભાગમાં આરટીઆઇ કરીને ખોટી વિગતોના આધારે મંજૂરી આપવામાં આવી હોવોનું કહી શાળાનાં સંચાલકોને ખંખેરતો હતો અને ડીઈઓને પણ દબાવતો હતો.  

લાંબા સમય સુધી શિક્ષણ ક્ષેત્રમાં એજન્ટ તરીકેની ભૂમિકા ભજવ્યાં બાદ સુરતમાં ભાંડોફોડ થતા મહેન્દ્ર પટેલના કરતૂતો ચર્ચાસ્પદ બની રહ્યાં છે. તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું પણ સામે આવ્યું છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch