Fri,26 April 2024,1:37 pm
Print
header

રાજ્ય સરકારના કર્મચારીઓને 7માં પગારપંચ મુજબ HRA-TA મળશે- Gujaratpost

ગાંધીનગરઃ ગુજરાત સરકારના પાંચ પ્રધાનોનીની કમિટીએ કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દેદારો સાથે 16મી સપ્ટેમ્બરે બેઠક યોજીને 15 પડતર પ્રશ્નો ઉકેલવા મુદ્દે સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી હતી.જેમાં હવે નાણાં વિભાગે 8 પડતર પ્રશ્નોના ઉકેલ મામલે ઠરાવ જાહેર કર્યાં છે. જેમાં રાજ્યના તમામ કર્મચારીઓને ઘરભાડા ભથ્થું- HRA અને પરિવહન ભથ્થુ- TA એ 7માં પગાર પંચ હેઠળ આપવાનો મહત્વપૂર્ણનો નિર્ણય કરાયો છે. સરકારે 1 જાન્યુઆરી 2016થી 7મું પગારપંચ સ્વિકાર્યું છે.પરંતુ તેના ભથ્થાનો અમલ 1 ઓક્ટોબર 2022થી કરવાનો ઠરાવ થવાથી કર્મચારીઓને તેનું એરિયર્સ મળશે નહી.

કર્મચારીઓના આંદોલનો દરમિયાન સરકારે જે 15 માંગણીઓ સ્વિકારી હતી તે પૈકી CCC પરીક્ષામાં રાહત, જૂથ વીમા યોજના, તબીબી ભથ્થુ રૂં 300થી વધારીને રૂ. 1000 કરવા અંગે, ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ઉચ્ચક નાણાંકીય સહાય રૂ 14 લાખ કરવા, ફિક્સ પગારદારોને રજાઓનો લાભ, નવી પેન્શન યોજના- OPS હેઠળના કર્મચારીઓને ચાલુ નોકરીએ અવસાનમાં ભારત સરકારની બીજી જૂલાઈ 2007ના ઓફિસ મેમોરેન્ડમથી અસ્તિત્વમાં આવેલી કુંટુંબ પેન્શનનો લાભ જેવા ઠરાવો નાણાં વિભાગે પ્રસિધ્ધ કર્યાં છે. બાકીના પ્રશ્નો મામલે પછી જાહેરનામુંં પ્રસિધ્ધ થશે. જો કે જૂની પેન્શન યોજના- OPSના ફરીથી અમલ અને ફિક્સ-પે નીતિની નાબૂદી મુદ્દે કર્મચારીઓની માંગણી યથાવત છે.

સરકારના ઉપરોક્ત નિર્ણયોથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ.3500 કરોડનું ભારણ આવશે.આ ઠરાવોથી સરકારી ફરજ હેઠળના 4.32 લાખથી વધુ કર્મચારીઓને મહિને રૂ.1500થી શરૂ કરીને રૂપિયા 6 હજાર સુધીનો પગાર વધારો મળશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch