Fri,26 April 2024,12:38 pm
Print
header

મહેસાણામાં PSI રિવોલ્વર સાફ કરી રહ્યાં હતા અને અચાનક ગોળી છૂટીને પત્નીને લાગી..

મહેસાણાઃ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મચારી પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યાં હતા. તે દરમિયાન અચાનક ગોળી છૂટી જતા ગોળી દિવાલે અથડાઇને પીએસઆઇના પત્નીને વાગી હતી.જો કે સદનસીબે આ ગોળી તેમના પગમાં વાગી હતી.જેથી તેમનો બચાવ થયો છે. તત્કાલ તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતા. જો કે ગંભીર ઇજા નહી હોવાથી તેમને ટૂંકી સારવાર બાદ રજા પણ આપી દેવાઇ હતી.

મહેસાણા હેડ ક્વાર્ટર પાસે સવારે 9 કલાકે પીએસઆઇ જે.એલ બોરીચા પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યાં હતા. રિવોલ્વર સર્વિસ કરીને પોતાના પાઉચમાં મુકવા જતા ગોળી અચાનક છૂટી ગઇ હતી. ગોળી છુટ્યા બાદ દિવાલે અથડાઇ હતી અને ત્યાંથી બાઉન્સબેક થઇને સામે ઉભેલા તેમના પત્નીના પગમાં વાગી હતી. મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમના પગમાંથી ગોળી કાઢીને તેમનું માઇનોર ઓપરેશન કર્યા બાદ રજા આપી દેવાઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch