Mon,29 April 2024,7:01 am
Print
header

ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીત, નિક્કી હેલીને તેમના ગૃહ રાજ્ય દક્ષિણ કેરોલિનામાં હરાવી દીધા

અમેરિકાઃ આ વર્ષે નવેમ્બરમાં યુએસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ પદના દાવેદારોએ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. દરમિયાન સાઉથ કેરોલિનામાં યોજાયેલી રિપબ્લિકન પ્રાઈમરી ચૂંટણીમાં ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને હરાવી દીધા છે.

આ નિક્કી હેલીનું ગૃહ રાજ્ય છે. શાનદાર જીત બાદ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની દિશામાં મજબૂત પગલાં લીધા છે જ્યાં તેમનો સામનો જો બાઇડેન સાથે થશે.

લોકોએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જોરદાર સમર્થન આપ્યું હતું. ચૂંટણી બાદ આવેલા સર્વેમાં તેમની જીત નિશ્ચિત હોવાનું કહેવાય છે. ગુનાહિત આરોપો હોવા છતાં ટ્રમ્પે અહીં મોટી લીડ મેળવી છે. બે વખત ગવર્નરની ચૂંટણી જીતનાર દક્ષિણ કેરોલિનાની વતની હેલી ટ્રમ્પને હરાવી શકી નથી. રિપબ્લિકન પાર્ટીમાં હેલી એકમાત્ર એવી ઉમેદવાર છે જે ટ્રમ્પને પડકારે છે. આ હાર બાદ તેમના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસમાંથી બહાર થવાની શક્યતા વધી ગઈ છે.

અત્યાર સુધી ટ્રમ્પે પાંચેય સ્પર્ધાઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે - આયોવા, ન્યૂ હેમ્પશાયર, નેવાડા, યુએસ વર્જિન આઇલેન્ડ અને હવે હેલીના હોમ સ્ટેટ સાઉથ કેરોલિનામાં.

હેલીને હજુ આશા છે !

ટ્રમ્પ હેઠળ યુએન એમ્બેસેડર તરીકે સેવા આપનાર હેલીએ આ અઠવાડિયે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ઝુંબેશ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે હવે 5 માર્ચે રિપબ્લિકન 15 રાજ્યોમાં મતદાન કરશે. હેલીએ તાજેતરના દિવસોમાં ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યાં હતા અને તેમની માનસિક સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યાં હતા. તેમણે મતદારોને ચેતવણી આપી હતી કે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડી શકે છે. પરંતુ રિપબ્લિકન મતદારો ટ્રમ્પ સિવાય અન્ય કોઈ ઉમેદવાર પર વિશ્વાસ કરે તેવી શક્યતા બહુ ઓછી છે.

ટ્રમ્પ સતત ચૂંટણી જીતી રહ્યાં છે

ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી તરફથી સત્તાવાર પ્રમુખ પદના ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયામાં ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણી જીતી હતી. ન્યૂ હેમ્પશાયર પ્રાથમિક ચૂંટણીમાં કુલ 75 ટકા મતદાન થયું હતું. જેમાંથી ટ્રમ્પને લગભગ 54.4 ટકા અને હેલીને 43.3 ટકા વોટ મળ્યાં હતા. આયોવા કોકસ પછી ન્યૂ હેમ્પશાયર પ્રાથમિક ચૂંટણી જીતીને ટ્રમ્પે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાનો તેમનો દાવો મજબૂત કર્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch