Sat,20 April 2024,9:23 pm
Print
header

કોંગ્રેસ પણ ભગવાન રામના શરણે, અમિત ચાવડાએ આણંદમાં રમ્યું ક્ષત્રિય કાર્ડ, જાણો શું કહ્યું?

- રાજ્યમાં ક્ષત્રિયોના રોષ વચ્ચે કોંગ્રેસે રાજકીય કાર્ડ રમ્યું

- કોંગ્રેસ નેતા અમિત ચાવડા પોતાને ક્ષત્રિય કુળનો પુત્ર ગણાવે છે

- આણંદમાં કહ્યું કે તેમને ભગવાન શ્રી રામના પ્રથમ આશીર્વાદ મળશે

- ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ છે

આણંદઃ એક તરફ રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પર ક્ષત્રિય સમાજનું અપમાન કરવા બદલ પ્રહારો થઈ રહ્યાં છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે. આણંદથી લોકસભાની ચૂંટણી લડી રહેલા અમિત ચાવડાએ પોતાને ક્ષત્રિય ગણાવતા કહ્યું છે કે પ્રભુ શ્રી રામના પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે. તેઓ વિધાનસભામાં પક્ષના ધારાસભ્ય દળના નેતા પણ છે. અમિત ચાવડા આણંદ બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ મિતેષ પટેલ સામે ચૂંટણી લડી રહ્યાં છે. પાર્ટીએ પાટીદાર સમાજમાંથી આવતા મિતેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ભારે દાવ રમતા અમિત ચાવડાને આણંદ બેઠક કબજે કરવા મેદાનમાં ઉતાર્યા છે.

ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ મને મળશે

અમિત ચાવડાએ આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. ભગવાન શ્રી રામ ક્ષત્રિય કુળના હતા. અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે. આવી સ્થિતિમાં ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ કોઈને મળશે તો તે અમિત ચાવડા હશે. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી. કોંગ્રેસ રાજ્યમાં ભાજપને ક્લીન સ્વીપ કરતા રોકવાનો પ્રયાસ કરી રહી છે. એક તરફ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી ભાજપના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસના આ નેતાએ ચૂંટણીમાં ભગવાન રામની એન્ટ્રી કરીને ક્ષત્રિય કાર્ડ રમ્યું છે.

ચાવડા હજુ હાર્યાં નથી

47 વર્ષીય અમિત ચાવડા હાલમાં આણંદ જિલ્લાના આંકલાવના રહેવાસી છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતનાર અમિત ચાવડા હજુ સુધી એકપણ ચૂંટણી હાર્યા નથી. તેઓ 2004માં પહેલીવાર જીતીને ધારાસભ્ય બન્યાં હતા. ત્યારથી તેઓ પાંચ વખત ધારાસભ્યની ચૂંટણી જીતી ચૂક્યા છે. આ સાથે અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યું છે. તેમના પિતા પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.

આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે

2009ની ચૂંટણીમાં કોંગ્રેસે 11 અને ભાજપે 15 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 2024ની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર ભારે દાવ રમ્યો છે. જેમાં આણંદની બેઠકનો પણ સમાવેશ થાય છે. આણંદ બેઠક પર અત્યાર સુધીમાં કોંગ્રેસ 11 વખત અને ભાજપ ચાર વખત જીત્યું છે. કોંગ્રેસે છેલ્લે 2009માં આ બેઠક જીતી હતી, જ્યારે પક્ષના નેતા ભરતસિંહ સોલંકી સતત બીજી વખત ચૂંટાયા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch