Sat,27 April 2024,9:52 am
Print
header

કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ્સ કેસમાં મળ્યાં જામીન

મુંબઇ: કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ્સ કેસમાં કિલા કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ધરપકડ કર્યા બાદ રવિવારે તેમને બંનેને મુંબઇની કિલા કોર્ટ (Kila Court)માં રજૂ કરવામાં આવ્યાં હતા.જ્યાં કોર્ટે ડ્રગ્સ કેસ પર સુનાવણી બાદ બંનેને કસ્ટડીમાં મોકલી દીધા હતા અને હવે તેમને જામીન મળી ગયા છે.

NCB એ ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ગાંજાનો નશો કરવા અને ઘર પર ગાંજો રાખવાના આરોપમાં ધરપકડ કરી હતી. ઉપરાંત કેટલીક નશાની દવાઓ પણ ભારતીના ઘરેથી મળી હતી.જાણકારી અનુસાર ભારતીસિંહને કલ્યાણ જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી, જ્યારે હર્ષ લિંબાચિયાને તલોજા જેલમાં લઇ જવામાં આવ્યો હતો.   

શું સમગ્ર મામલો ?

શનિવારે એનસીબીને ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીસિંહના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ઘરોમાં દરોડ કર્યા હતા. એજન્સીને 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. અને ભારતી- હર્ષ બંનેની બપોરે લગભગ 3 વાગે કસ્ટડી લીધી હતી. 3 કલાક બાદ એનસીબીએ ભારતીસિંહની ધરપકડની પુષ્ટિ કરી હતી. જ્યારે હર્ષની ધરપકડની પુષ્ટિ એનસીબીએ રવિવારે કરી હતી.આ બંનેની એનડીપીએસ (NDPS)એકટની કલમ 27 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.બાદમાં તેમને આજે જામીન મળી ગયા છે.

અર્જુન રામપાલના ઘરે એનસીબીની રેડ

આ પહેલાં એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે રેડ પાડી હતી અને કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી હતી. અર્જુન રામપાલ અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું. બીજી તરફ એનસીબીએ ગ્રેબ્રિએલાના ભાઇ અગિસિયાલોસને તેમના ઘરેથી ડ્રગ્સ મળ્યાં બાદ ધરપકડ કરી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch