Sat,27 April 2024,10:47 am
Print
header

આપને મદદ કરી છે તો આવી થશે દુર્દશા ! કેજરીવાલને પાર્ટી પ્લોટ ભાડે આપનાર નવનીત કાકાની પ્રોપર્ટી પર પહોંચ્યું બુલડોઝર- Gujaratpost

વડોદરાઃ આપને મદદ કરનારાઓ સામે ભાજપ સરકાર દ્વારા બદલાની ભાવનાથી કામગીરી કરાઇ રહી હોવાના આક્ષેપ લાગ્યા છે, વડોદરામાં થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો.જે જગ્યાએ આ કાર્યક્રમ હતો ત્યાં હવે બુલડોઝર પહોંચ્યું છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યાં હતા કે ભાજપ હોલના માલિકોને ફોન કરીને ધમકીઓ આપે છે જેથી હોલના બુકિંગ કેન્સલ કરાવા પડ્યાં હતા.બાદમાં એક હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ જ હોલ પર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પ્લોટ પર દબાણ તોડવા પહોંચી હતી, જેનો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ કહ્યું આ બદલાની રાજનીતિ છે.બાદમાં આ ટીમ પાછી પહોંચી હતી અને પ્લોટના માલિકને ગેરકાયદેસર બાંધકામ મામલે જવાબ આપવા 4 દિવસનો સમય આપ્યો છે.

આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. અગાઉ જે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું તે પ્લોટ માલિકો દ્વારા રદ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે 12 સ્થળો પર કાર્યક્રમો રદ્દ કરાયા હતા.બાદમાં સમા કેનાલ રોડ પર આવેલા પ્રીત પાર્ટી પ્લોટ પર આ કાર્યક્રમ કરાયો હતો.

હવે આ પાર્ટી પ્લોટ પર પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણો તોડવા આવી પહોંચી હતી.જેને લઈને પ્લોટના માલિક નવનીત કાકાએ પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો.તેમણે કહ્યું કે, આગાઉ ભાજપના કાર્યક્રમો માટે તેમનો પાર્ટી પ્લોટ ફ્રીમાં આપ્યો હતો ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં ન હતી આવી,આ વખતે આમ આદમી પાર્ટીના કેજરીવાલને સંવાદ માટે પ્લોટ આપ્યો જેથી સ્થાનિક રાજકારણીની ધમકી બાદ પ્લોટ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

બીજી તરફ આમ આદમીના કાર્યકરો એક્શનમાં આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ પાસે મુકેલા બુલડોઝર આગળ બેસી ગયા હતા અને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.પ્લોટ માલિકના પુત્રએ જણાવ્યું કે દબાણો તોડવા અંગે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. અચાનક પાર્ટી પ્લોટના દબાણો તોડવા પાલિકાની ટીમ અને પોલીસ આવી પહોંચી હતી. અમે આગળ પણ આવી કાર્યવાહીનો વિરોધ કરીશું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch