Mon,29 April 2024,9:34 am
Print
header

ગરમીમાં શેકાવા રહેજો તૈયારઃ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી છે આ આગાહી- Gujarat Post

(હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ)

અમદાવાદઃ માર્ચ મહિનાની શરૂઆતમાં સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. જો કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, સોરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પર જવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યાં છે, સાથે જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.  

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે,માર્ચ અને એપ્રિલમાં એક ધારો પવન ફૂંકાશે, પવનની ગતિના સપાટા વધુ રહેશે. આ વખતે મે મહિનામાં અરબ દેશમાંથી ઉડતી રજકણોના કારણે આંધીનુ પ્રમાણ વધુ રહેશે. કાળી આંધી કહેવામાં આવે તેની શરુઆત પશ્ચિમ પાકિસ્તાનના ભાગમા થઇને કચ્છના ભાગમાં થઇ દેશના ભાગોમા સક્રિય થઇ શકે છે. માર્ચથી એપ્રિલ મહિનામાં આંધી વંટોળ, પવનના તોફાનો, વીજળીના ચમકારા, બરફ વર્ષા દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વધુ રહેશે. મે-જૂન મહિનામાં પવનના તોફાનો સાથે આંધી વધુ રહેશે. આ આંધીમાં પવન વૈશાખ મહિનાના આંચકાના પવન સાથે એકધારો ફૂંકાશે. સાથે જ ગરમીનો પારો પણ ઉપર જશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch