Wed,15 May 2024,4:41 am
Print
header

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનીલ ઓઝાનું હાર્ટએટેકથી નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post

ગુરુવારે સવારે 11 કલાકે થશે અંતિમવિધિ

અમિત શાહ, જેપી નડ્ડા સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા. જો કે તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસીમાં સ્થાયી થયા હતા.  તેમના નિધન પર પીએમ મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત અનેક નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે. તેઓએ વારાણસીમાં મોદી માટે ઘણું કામ કર્યું છે.

સુનિલ ઓઝા ભાવનગરના બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યાં હતા.ભાજપે માર્ચ મહીનામાં જ સુનિલ ઓઝાને બિહાર ભાજપના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપી હતી. ઓઝાને એક કુશળ સંગઠનકાર માનવામાં આવતા હતા. સુનિલ ઓઝા લગભગ છેલ્લા 30 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં હતા. મોદીને વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતાડવામાં સુનિલ ઓઝાનો મોટો રોલ હોવાનું માનવામાં આવે છે.

1998માં ભાવનગર દક્ષિણમાંથી પ્રથમ વખત જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. ઓઝા શરૂઆતમાં સ્વ.કેશુભાઈ પટેલના નજીકના ગણાતા હતા, જો કે વર્ષ 2002ની રાજકોટની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી સાથે પણ તેમની નિકટતા વધી હતી.

પીએમ મોદીએ શોક વ્યક્ત કરતાં લખ્યું, ભાવનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાના નિધનના સમાચાર આઘાતજનક છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિસ્તારમાં અને સમાજ સેવા ક્ષેત્રે એમનું યોગદાન સદાય યાદ રહેશે. વારાણસીમાં પણ સુનિલભાઈનું સંગઠનાત્મક કાર્ય સરાહનીય રહ્યું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch