Fri,26 April 2024,6:05 pm
Print
header

ગૃહમંત્રી અમિત શાહે 750 બેડની હોસ્પિટલનું કર્યું ભૂમિપૂજન, કોંગ્રેસની કાઢી ઝાટકણી- Gujarat Post

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અમિત શાહ ગુજરાતમાં 

સંસદીય મત વિસ્તારના અનેક કામોનું કરી રહ્યાં છે લોકાર્પણ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી ગુજરાતની મુલાકાતે છે.આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. તેમને કલોલમાં 750 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.તેમણે કહ્યું કલોલમાં નિર્માણ પામનાર હોસ્પિટલ હજારો લોકોને આરોગ્ય સેવાઓ પુરી પાડશે.

આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 35 ટકા ગરીબ પરિવારોને સારવાર અપાશે, અહીં મેડિકલ કોલેજ માટે પણ અરજી કરવી જોઈએ. અમારી ભાજપ સરકારે દેશમાં 60 કરોડ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની બધી જ સારવાર ફ્રી આપી છે.સરકાર દ્વારા 64 હજાર કરોડ રૂપિયાનું આયુષ્માન હેલ્થ મિશન શરૂ કરાયું છે, 730 જિલ્લાઓમાં લેબોરેટરી શરૂ કરાઇ છે, નવા રિસર્ચ સેન્ટરો બની રહ્યાં છે. કોંગ્રેસીઓ રાજ કરતા હતા, ત્યારે ડોકટર બનાવવાને બદલે તેમના નેતાઓ રૂપિયા બનાવવામાં પડ્યા હતા.આજે અનેક નવી મેડિકલ કોલેજો શરૂ થઈ છે, મેડિકલની બેઠકો વધી છે.

નોંધનિય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાતો વધી છે, રાજ્યમાં આમ આદમી પાર્ટીની સક્રિયતાએ ભાજપની ચિંતા વધારી દીધી છે. ગુજરાતનો ગઢ હાથમાંથી ન જાય તે માટે ભાજપ નવી રણનીતિ બનાવી રહ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch