Mon,29 April 2024,9:36 am
Print
header

થોડા જ સમયમાં 7 ભારતીયોની હત્યા, અમેરિકામાં ભારતીયો અસુરક્ષિત, 76 વર્ષના પ્રવિણ પટેલની હત્યા બાદ વ્હાઇટ હાઉસે ચિંતા વ્યક્ત કરી

(મૃતક પ્રવિણભાઇનો ફોટો)

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીયોની હત્યાના બનાવો વધી રહ્યાં છે, હવે મોટલ ચલાવી રહેલા 76 વર્ષીય મૂળ ગુજરાતના પ્રવિણ પટેલની હત્યા કરી નાખવામાં આવી છે. અલબામામાં મોટલના રૂમના ભાડાને લઇને બોલાચાલી બાદ એક શખ્સે પ્રવિણ રાવજીભાઇ પટેલની ગોળી મારીને હત્યા કરી હતી.

હત્યારા આરોપી વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરાઇ

હિલક્રેસ્ટ મોટલના માલિકની હત્યા કરી નાખવામાં આવી

અગાઉ 4 વિદ્યાર્થીઓ અને અહીં કામ કરી રહેલા 3 ભારતીયો, એમ કુલ 7 ભારતીયોની હત્યા થોડા જ સમયમાં કરવામાં થઇ છે. અહીંના જુદા જુદા વિસ્તારોમાં એક પછી એક ભારતીયોની હત્યાઓ થતા વ્હાઇટ હાઉસે આ મામલે ચિંતા વ્યકત કરીને આરોપીઓને ચેતવણી આપી છે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે આવી હિંસા અમે ક્યારેય માન્ય રાખીશું નહીં અને આરોપીને કડક સજા આપવામાં આવશે. જાતિ, લિંગભેદને લઇને બાઇડેન તંત્ર કોઇ બેદરકારી ચલાવશે નહીં.

બીજી તરફ આ હત્યાઓને લઇને અહીં રહેતા ભારતીયોમાં ચિંતા વ્યાપી ગઇ છે, તેમને બાઇડેન તંત્રને આવી ઘટનાઓ બનતી રોકવા કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch