Mon,29 April 2024,9:21 am
Print
header

અમદાવાદમાં ક્રિકેટ ફિવર, સ્ટેડિયમ જતા માર્ગો ક્રિકેટ ચાહકોથી ઉભરાયા, તો શિવસેનાએ કહ્યું હવે મોદીએ બોલિંગ કરવી જોઇએ- Gujarat Post

અમદાવાદઃ ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે. મેચના સાક્ષી બનવા અનેક સેલિબ્રિટી શહેરમાં ઉમટી પડ્યાં છે. ઉર્વશી રૌતેલા, સચિન તેંડુલકર સહિતની અનેક હસ્તીઓ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.

પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર મહા મુકાબલો નીહાળવા અમદાવાદ આવી પહોંચ્યાં છે. એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, હું અહીં મારી શુભકામનાઓ આપવા આવ્યો છું. આશા છે કે આજે આપણે ટ્રોફી ઉપાડીશું. બધા આ દિવસની રાહ જોઈ રહ્યાં હતા.

વર્લ્ડકપ ફાઇનલમાં ભારતીય ટીમની જીત બદલ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું, 'આજે અમે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે પ્રાર્થના કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે ભારત દરેક ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર બને. અમને આશા છે કે ભારત આજની મેચ જીતી જશે. બોટાદના સાળંગપુરમાં પણ કષ્ટભંજન દેવનો ક્રિકેટનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો અને ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જ્યારથી મોદી સત્તામાં આવ્યાં છે ત્યારથી દરેક વસ્તુને રાજકીય બનાવી દેવામાં આવી છે. જ્યારથી આ દેશમાં કેન્દ્રમાં અને ઘણા રાજ્યોમાં ભાજપ અને મોદી સરકાર સત્તામાં છે, ત્યારથી દરેક બાબત પર રાજકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્રિકેટમાં રાજકારણ કરવાની જરૂર નથી પણ અમદાવાદમાં આ થઈ રહ્યું છે. એવું લાગે છે કે અહીં પીએમ મોદી બોલિંગ કરશે, અમિત શાહ બેટિંગ કરશે અને ભાજપના નેતાઓ બાઉન્ડ્રી પર ઊભા રહેશે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન અમને સાંભળવા મળશે કે અમે વર્લ્ડકપ જીત્યો હતો. આજકાલ આ દેશમાં કંઈ પણ થઈ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch