Mon,29 April 2024,12:09 am
Print
header

ગુજરાત યુનિવર્સિટી કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, તપાસ માટે 9 ટીમો બનાવાઈ

(પકડાયેલા આરોપીઓ)

  • ગુજરાત યુનિ.માં વિદેશી વિદ્યાર્થી પર હુમલા  મુદ્દે ચૂંટણી પંચ, વિદેશ મંત્રાલયે માંગ્યો છે રિપોર્ટ

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢવા અંગે વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાનો બનાવ ચર્ચામાં છે. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારી મામલે ગુજરાત સરકારે કડક કાર્યવાહીના આદેશ આપ્યાં છે. વિદેશી વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ થયું હોવાના કારણે વિદેશ મંત્રાલય પણ સતત ગુજરાત સરકારના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા આ મુદ્દે વાત કરાઇ છે, તો આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે 9 ટીમો બનાવાઇ છે.

અમદાવાદ પોલીસ દ્વારા હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હવે સંપૂર્ણ તપાસ માટે સરકારે નવ ટીમોનું ગઠન કર્યું છે. આ વિશેષ ટીમો JCP ક્રાઇમ હેઠળ તપાસ કરશે તથા વાયરલ વીડિયોથી માંડીને બધી વસ્તુઓની તપાસ કરશે.

વિદ્યાર્થીઓના એક જૂથનું કહેવું છે કે નમાઝ કરતાં સમયે એક ટોળું આવ્યું અને નારા લગાવીને મારામારી કરી. જ્યારે સામે પક્ષે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નમાઝ પઢવા અંગે ગાર્ડને પૂછપરછ કરવામાં આવી રહી હતી તે સમયે એક વિદેશી વિદ્યાર્થીએ પહેલા લાફો માર્યો, જે બાદ ઘર્ષણ થયું હતુ. જો કે હવે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch