Fri,03 May 2024,10:42 pm
Print
header

હવે કાર્યકરો પર કોઇ કંટ્રોલ નથી, ગુજરાતમાં ભાજપમાં ઉમેદવારોનો ઠેર ઠેર થઇ રહ્યો છે જોરદાર વિરોધ

ગાંધીનગરઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોનો વિરોધ અટકવાનું નામ નથી લઇ રહ્યો, એક તરફ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યાં બાદ પણ ભાજપના કાર્યકરોની નારાજગી દૂર થઈ રહી નથી. હવે અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ઠેર ઠેર તેમની વિરુદ્ધમાં પોસ્ટર્સ લાગ્યા છે અને તેમને હટાવવાની માંગ કરાઇ છે.

અમરેલીમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લગાવાયા

અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપે ભરત સુતરિયાને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. પરંતુ ભરત સુતરિયાના નામની જાહેરાત બાદ ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થઇ ગયો છે. ભરત સુતરિયાનો હવે પોસ્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે 'ભાજપના ઉમેદવાર બદલો, તેને બદલો આ ભાય ચાર પાસ છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામેનો વિરોધ જોતા સંગઠને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

સાબરકાંઠામાં ઠેર ઠેર પ્રદર્શન

સાબરકાંઠામાં ભાજપે ભીખાજીને હટાવીને શોભના બરૈયાને પોતાના ઉમેદવાર જાહેર કરતા જ ભાજપની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યાં નથી. સાબરકાંઠાના કાર્યકરોને સમજાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ગાંધીનગરથી સાબરકાંઠા પહોંચ્યાં હતા, પરંતુ વાત આગળ વધી ન હતી. આ પછી ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના આગેવાનો અને કાર્યકરો સાથે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને બેઠક યોજવી પડી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે નારાજ નેતાઓ અને કાર્યકરોની વાત સાંભળી હતી

ડેમેજ કંટ્રોલ કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે ચાર કલાક સુધી બેઠક કરી અને નારાજ નેતાઓ અને કાર્યકરોને સાંભળ્યાં હતા. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સાબરકાંઠા બેઠક પર કાર્યકરોના ગુસ્સાને શાંત કરવામાં સફળ થાય છે કે પછી કાર્યકરોની વાત સાંભળીને ત્રીજા ઉમેદવારની જાહેરાત કરે છે.

ખેડામાં ક્ષત્રિય સમાજ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટર

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રી ગુજરાત રાજપૂત સેવા સમાજ અને ક્ષત્રિય સમાજના નામે રૂપાલા વિરૂદ્ધ ખેડામાં ભાજપ સે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં એવા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. ખેડા જિલ્લા કરણી સેના વતી આ પોસ્ટર સોશિયલ મીડિયા પર મુકીને રૂપાલા સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

ઉમેદવારોના નિવેદનો પર પ્રતિબંધ

ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત ભાજપે તેમના તમામ ઉમેદવારોની ભાષણબાજી પર પ્રતિબંધ મુકી દીધો છે. તેમજ તમામ ઉમેદવારોના નિવેદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત તમામ ઉમેદવારોને મીડિયાને ઈન્ટરવ્યું આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ અને ત્રણ બેઠકો પર ઉમેદવારોના આંતરિક વિરોધને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ માહિતી તમામ ઉમેદવારોને ફોન દ્વારા આપવામાં આવી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch