Wed,08 May 2024,12:39 am
Print
header

Acb Trap: 150 રૂપિયાની લાંચ લેતો ST ડ્રાઇવર ઝડપાયો- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચિયાઓ સામે એસીબી સતત કામગારી કરી રહી છે. લાંચની પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે એસટી બસમાં પણ ખાનગી રીતે સામાન લઈ જઈને લાંચ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. જેમાં ગાંધીનગર એસીબી દ્વારા દહેગામ ડેપોમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં બસનો ડ્રાઇવર વીરપુર ખાતે સામાન લઈ જવા રૂપિયા 150ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.  

રાજ્યની સરકારી કચેરીઓમાં લાંચ આપ્યાં વગર કોઈ કામગીરી થતી નથી

સરકારનો કોઈ વિભાગ લાંચ લેવામાંથી બાકી રહ્યો નથી.

ગાંધીનગર એસીબીને ફરિયાદ મળી હતી કે દહેગામ એસટી ડેપો ખાતે આવતી જતી લાંબા રૂટની બસોમાં સામાન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ડ્રાઇવરો દ્વારા રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે. આ ફરિયાદને પગલે ગાંધીનગર એસીબીના નિયામક એ.કે પરમારના સુપરવિઝન હેઠળ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં ગાંધીનગર એસીબીના પીઆઇ ડી.એ ચૌધરી દ્વારા આ ડીકોય કરવામાં આવી હતી. જેમાં મોડાસાથી સોમનાથ જતી બસ આવી પહોંચતા ડીકોયરને બસના ડ્રાઇવર પાસે મોકલવામાં આવ્યો હતો.

બાદમાં અગાઉથી નક્કી થયા મુજબ ડીકોયરે રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે પાર્સલ લઈ જવાની વાતચીત કરતાં ડ્રાઈવરે દોઢસો રૂપિયાની માંગણી કરી હતી.જે લાંચની રકમ સ્વીકારતા જ અગાઉથી મુસાફરોના સ્વાંગમાં રહેલી એસીબીની ટીમે ડ્રાઇવરને રંગેહાથ ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં તેણે પોતાનું નામ કનુભાઇ મોગાભાઇ વણકર હોવાનું જણાવી પોતાની નોકરી મોડાસા એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકેની હોવાની કબૂલાત કરી હતી. એસીબી દ્વારા તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch