Fri,26 April 2024,10:50 am
Print
header

તમે પણ રસી લઇ લેજો, ગુજરાતની 33 ટકા વસ્તીનું બે ડોઝનું રસીકરણ થઇ ગયું છે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વેક્સિન આપવાની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં 28.49 લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણ હવે 5.64 કરોડ ડોઝને પાર થઇ ગયું છે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર ગુજરાતમાં 23.6 લાખ ડોઝ આપવામાં આવ્યાં હતા.જેમાંથી 14.6 લોકોએ બીજો ડોઝ અને 9 લાખે પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે જ ગુજરાતમાં રસી લેવા લાયક કુલ વસ્તી (18 વર્ષથી મોટા)ના 33 ટકા અથવા એક તૃતીયાંશ લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચુક્યું છે.

કોવિડ-19 ઈન્ડિયા ડોટ ઓઆરજીના આંકડા પ્રમાણે ગુજરાતમાં રસી લેવા લાયક કુલ લોકો પૈકી 59 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 27 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. જે દેશમાં સૌથી વધારે છે. કર્ણાટકમાં 56 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 21 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. મધ્યપ્રદેશમાં 55 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 15 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. રાજસ્થાનમાં 51 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 18 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. મહારાષ્ટ્રમાં 43 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 16 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે.

જામનગરમાં રસી લેવા લાયક કુલ લોકો પૈકીના 81 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે. જે રાજ્યમાં સૌથી વધુ પ્રમાણે છે. ગાંધીનગરમાં 75 ટકા તથા અમદાવાદ-સુરતમાં 41 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું છે. ત્યારે જે લોકોએ કોરોનાની રસી લેવાની બાકી છે તેમને પણ ઝડપથી રસી લઇ લેવી જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch