Fri,26 April 2024,6:42 am
Print
header

અમદાવાદ: રખડતાં ઢોરે યુવકનો જીવ લઇ લીધો, પરિવાર માથે આભ તૂટી પડ્યું- Gujaratpost

મૃતક ભાવિન પટેલને બે નાની દીકરીઓ છે 

યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી

અમદાવાદઃ રખડતાં ઢોરે વધુ એક યુવકનો જીવ લઇ લીધો છે. નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લીધો હતો. જેમાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ  યુવક ભાવિન પટેલનું મોત થઇ ગયું છે. આ સાથે જ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે.  અમદાવાદમાં રખડતા ઢોરોનો આતંક યથાવત છે.આવી ઘટનાઓથી લોકોમાં રોષનો માહોલ છે. AMCની ઘોર બેદરકારીને કારણે ભાવિન પટેલના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. મૃતક ભાવિન પટેલને બે નાની દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે.

ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાનું તબીબી રિપોર્ટમાં સામે આવ્યું હતું જેથી તેને બચાવી શકાયો નથી, તેના પરિવાર પર દુખ આવી પડ્યું છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં રખડતા ઢોરોને કારણે કુલ 471 લોકોના કોઇને કોઇ અકસ્માત સર્જાયા છે, આ 471 લોકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સોથી વધુ અમદાવાદમાં 52 લોકોના અકસ્માત થયા છે. અમરેલીમાં 17, આણંદમાં 8, અરવલ્લીમાં 17, બનાસકાંઠામાં 21, ભરૂચમાં 10 અને ભાવનગરમાં 19 લોકોના અકસ્માત થયા છે.

નોંધનિય છે કે માલધારી સમાજની ચીમકી બાદ ભાજપ સરકારે રખડતતા ઢોરને લગતો કાયદો પાછો ખેંચવો પડ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch