Fri,26 April 2024,8:28 am
Print
header

ભાજપ નેતાના પુત્રએ તલવારથી કેક કાપીને ઉજવ્યો જન્મદિવસ, નિયમોના ઉડાવ્યાં ધજાગરા

વિસનગરઃ શહેર ભાજપ પ્રમુખના પુત્રએ તલવારથી કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો છે અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે.  જેમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. સાગર પટેલે તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ગાયક કલાકાર સાગર પટેલે ગોકુલધામમાં મોટી સંખ્યામાં મિત્રોની હાજરીમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સાથે જ કોઈનો પણ ડર રાખ્યા વગર કેક તલવારથી કાપી હતી.

કોવીડ-19ના નિયમોનું પાલન કરવાની જગ્યાએ પુત્રના જન્મોત્સવના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખે પણ હાજરી આપી હતી.આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવી માસ્ક વિના જ સાગર પટેલે મિત્રો સાથે ડાંસ કર્યો હતો. સાગર ત્યાં સુધી જ ન અટક્યો તેણે જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો છે. તેને જાહેરમાં સોસાયટીમાં કેક કાપી જાહેરમાં નિયમો તોડી ઉજવણી કરી હતી. 3 જૂને જાહેરમાં બર્થડે જાહેરનામાનો ભંગ કર્યો છે.ત્યારે આ મામલે વિસનગર શહેર પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે. સાગર પટેલ જાણીતો ગાયક કલાકાર છે. રાત્રી કર્ફ્યૂમાં તેને તલવાર હાથમાં ફેરવી હતી. ત્યારે આ મામલે પોલીસે સાગર પટેલ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch