Fri,26 April 2024,10:42 pm
Print
header

હાર્દિક જાય છે ! ચૂંટણીના અગાઉ દિવસે જ હાર્દિક પટેલને ગદ્દાર ગણાવીને ઠેર ઠેર તેના વિરોધમાં લાગ્યાં પોસ્ટર્સ

અમદાવાદઃ પહેલા પાટીદાર સમાજને છોડ્યો, પછી કોંગ્રેસનો પંજો છોડ્યો અને હવે ભાજપની શરણમાં ગયેલા હાર્દિક પટેલ માટે મુશ્કેલી ઉભી થાય તેવા અહેવાલ છે, વિરમગામથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલની વિરુદ્ધમાં પહેલાથી જ કેટલાક ભાજપના નેતાઓ છે અને હવે તેની જૂની સંસ્થા પાસે પણ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. વિરમગામ, દેત્રોજ, માંડલમાં ઠેર ઠેર પોસ્ટર્સ લગાવીને હાર્દિકને વોટ ન આપવાની અપીલ કરાઇ છે, લખ્યું છે આ ગદ્દાર પોતાના લોહીનો નથી થયો તો વિરમગામનો શું થવાનો છે ?

ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં

હાર્દિક જાય છે

શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં

થોડા દિવસ પહેલા જ પાટીદાર અનામત આંદોલનના નિલેશ એરવાડીયા સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્દિકને ખુલ્લો પાડ્યો હતો, તેની વિરૂદ્ધ પ્રચાર કરવાનું નક્કિ કરાયું હતુ, સાથે જ આરોપ લગાવાયો હતો કે હાર્દિકે સમાજનો દુરુપયોગ કરીને 250 કરોડ રૂપિયા બનાવ્યાં છે.

હવે હાર્દિકનો ખુલ્લેઆમ વિરોધ થયો છે, વિરમગામના પાટીદારોને અપીલ કરાઇ છે કે તેઓ હાર્દિકને વોટ ન આપે, શહીદોની લાશો પર થઇને આ ભાઇ રાજનીતિમાં પ્રવેશી ચુક્યાં છે અને હવે પોતાનું ભવિષ્ય બનાવવામાં લાગી ગયા છે. આ પાટીદાર સમાજનો ગદ્દાર છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch