Fri,26 April 2024,6:48 pm
Print
header

બંગાળ-ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ, આજનો દિવસ રહેશે ભારે

કોલકત્તાઃ તૌક્તે બાદ આજે ભારતમાં કેટલાક રાજ્યોમાં બીજી એક વાવાઝોડા રૂપી આફત આવશે. વાવાઝોડુ યાસ દક્ષિણ બાલાસોરથી આગળ વધી રહ્યું છે ઓડિશાના ધામરામાં ટૂંક સમયમાં ટકરાવાની શક્યતા છે. આ તોફાનને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ યાસ નામનું વાવાઝોડું જ્યારે ટકરાશે તે દરમિયાન ભારે પવન ફૂંકાશે.

ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ભીષણ તોફાન દરમિયાન 155 થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે 185 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એનડીઆરએફની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે વાવાઝોડાને કારણે ઓડિશાના ભદ્રક, કેન્દ્રપાડા, જાજપુર, જગતસિંહપુર અને મયુરભંજ વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળના મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી અને ઉત્તર 24 પરગણામાં અસર જોવા મળશે.

બંગાળમાં લાખો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે જ્યારે ઓડિશા સરકારે બે લાખ લોકોને સલામત સ્થળે ખસેડયા છે. વાવાઝોડુ ત્રાટકે તે બાદ આશરે છ કલાક સુધી તેની આ રાજ્યો પર અસર રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch