Thu,02 May 2024,3:40 am
Print
header

વલસાડઃ એક વ્યકિતના શરીર પર લોહચુંબકની જેમ સ્ટીલની ચમચી, ચલણી સિક્કાઓ ચીપકી જાય છે !

વલસાડઃ રાજ્યમાં કોરોના રસી લીધા પછી અનેક એવા કિસ્સા છે કે લોકોના શરીર પર લોંખડની વસ્તુઓ ચીપકી રહી છે હવે વલસાડમાં એક વ્યકિતના શરીર પર ચલણી સિક્કા અને ચમચી જેવી વસ્તુઓ ચોંટી જતી હોવાનું સામે આવ્યું છે. નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંચાલકે સવારે અખબારમાં ઘટના વાંચીને પોતાના ઉપર ચમચી અને સ્ટીલની વસ્તુઓ ચોંટે છે કે કેમ ચેક કરવા જતાં ચલણી સિક્કા અને સ્ટીલની ચમચી પણ હાથ ઉપર મુકતા જ ચોંટી ગઈ હતી. પહેલાતો પરસેવાને લઈને ઘટના બની હોય તેમ માની લીધું હતું બાદમાં રૂમાલથી હાથ સાફ કર્યાં બાદ ચેક કરતા ફરી ચલણી સિક્કા ચુંબક ઉપર લોખંડ ચોંટે તે રીતે ચોટી ગયા હતા. 

વેક્સિન અને ચુંબકીય શક્તિને કંઈ લેવાદેવા નહીં પરંતુ વલસાડના મેગ્નેટ મેન સંપતસિંગ રાજપુરોહિત સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વેક્સિન લીધા બાદ આ રીતે ચુંબકીય શક્તિ આવે એ વાત હું પણ નથી માનતો. મેં અમે મારા પાર્ટનર મહોબતસિંગ રાજપૂત અમે બંનેએ 2જી એપ્રિલે કોરોના રસી મુકાવી છે પરંતુ વર્ષોથી મેગ્નેટી શક્તિ શરીરમાં હોય તો આ પહેલા ધ્યાન આપ્યું ન હતું. પરંતુ જે થઈ રહ્યું છે તે સાચું છે. આ બધું વેકસિનને કારણે થઈ રહ્યું હોય એવું નથી કેમ કે આ વલસાડ જિલ્લામાં 3.50 લાખથી વધુ લોકોએ કોરોના રસી લીધી છે. તેમાંથી કોઈની સાથે પણ આવી ઘટના બની નથી. 

આવી ઘટના વિશે અખબારમાં વાંચ્યા બાદ ચેક કરવા જતાં સિક્કા અને ચમચી વાસણો શરીર ઉપર ચુંબકની જેમ ચોંટી રહ્યાં હોવાનું જોવા મળ્યું હતું. મહોબતસિંગ રાજપૂતે કહ્યું હતું કે, સંપતસિંગ સાથે સવારે દુકાન ઉપર પેપર વાંચતા હતા ત્યારે સિક્કા શરીરે ચોંટે છે. જે અંગે ચેક કરવા જતાં મારા શરીર પર એકપણ સિક્કો કે ચમચી ચોંટી ન હતી. પરંતુ સંપતસિંગના હાથ ઉપર છુટ્ટા સિક્કા માર્યાં તે પણ ચુંબક ઉપર લોખંડ ચોટયું હોય તે રીતે ચોંટી જતા આશ્ચર્ય ફેલાયું હતું. સંપતસિંગને હાથ પણ હલાવી જોયો તોપણ એકપણ સિક્કો, ચાવી કે ચમચી પડી ન હતી.

આ રીતે જ મૂળી તાલુકાના દુધઈ ગામે ખેડૂત આગેવાન રાજુ કરપડાના પરિવારમાં વેકસીન લીધેલા 2 વ્યક્તિને વેકસીન લીધા બાદ એનું બોડી જાણે ચુંબકિય થઈ ગયું હોય એવું વીડિઓમાં સ્પષ્ટ દેખાયું હતુ વિકસીન લીધેલ વ્યક્તિની બોડી સાથે ખરેખર રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો કિચન મોબાઈલ સહિતની અનેક ચીજવસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જાય છે ઘસીને બોડી સાફ કર્યાં પછી પણ આ બધી જ વસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જાય છે. જો કે કોરોનાની રસી સુરક્ષિત જ છે તે બધાએ લેવી જોઇએ અને આ બાબતને રસી સાથે જોડવી જોઇએ નહીં.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch