વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઇટ્સમાંથી પતિ-પત્નીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.પતિનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી લટકી રહ્યો હતો. જ્યારે પત્નીનો મૃતદેહ જમીન પર પડેલો મળ્યો હતો.તેના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યાં હતા. તેમનો અઢી વર્ષનો પુત્ર માતા-પિતાના મૃતદેહ પાસે રમી રહ્યો હતો. રહીશોએ ગોત્રી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને બંન્નેના મૃતદેહનો પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી હતી. મહિલાના મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવશે ત્યારે જાણી શકાશે.ગોત્રી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પાડોશીએ જણાવ્યાં અનુસાર તેમની પુત્રી નોકરી પરથી આવી અને તેમના ઘર તરફ ગઇ હતી. તેને કહ્યું કે આશિષ અંકલે ગળેફાંસો ખાધો છે. જેથી અમે તેમના ઘરે જઇનેને જોયું તો બંનેના મૃતદેહ પડ્યા હતા. બંને વચ્ચે ક્યારેક ઝઘડા થયા કરતા હતા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે તેમનો અઢી વર્ષનો દીકરો મૃતદેહ પાસે રમી રહ્યો હતો, પત્ની આરતીનો મૃતદેહ જમીન પર પડ્યો હતો અને આશિષનો મૃતદેહ લટકતો હતો. આ બંનેને શું કારણથી આ પગલું ભયું હશે તે હજુ જાણી શકાયું નથી.
મૃતક ખાનગી બેંકમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા અને નોકરી પરથી ઘરે આવીને વડાપાંવની લારી ચલાવતા હતા.ગોત્રી પોલીસે પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યાં છે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07
જન્મદિવસની રાત્રે જ કાળ ભરખી ગયો: વડોદરાના અકોટા બ્રિજ પર ટ્રકની ટક્કરે પાટીદાર યુવકનું કરુણ મોત | 2025-10-19 10:40:03