Thu,12 June 2025,6:18 pm
Print
header

એક મજબૂર માતાએ ભર્યું આ પગલું...માસૂમ દિકરીઓની હત્યા કરીને પોતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

  • Published By
  • 2023-07-11 19:21:45
  • /

વડોદરાઃ શહેરમાંથી એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે,એક માતાએ પોતાની બે પુત્રીઓને ઝેરી દવા આપીને મારી નાખી અને પોતે ગળા ફાંસો ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, માતા બચી ગઇ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પોલીસને ઘરમાંથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી છે.

શહેરના કારેલીબાગમાં અક્ષત કો.ઓ.સોસાયટીમાં આ બનાવ બન્યો છે, આ પરિવારની દિકરી હની ચૌહાણ કોલેજમાં અને બીજી પુત્રી શાલીની ચૌહાણ નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી.આ બંનેને માતાએ ઝેરી દવા આપી અને બંનેના મોત થઇ ગયા છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર દક્ષાબેનને તેમના પતિએ છોડી દીધા હતા અને તેઓ થોડા દિવસ પહેલા જ આ સોસાયટીમાં ભાડે રહેવા આવ્યાં હતા.

આસપાસના લોકોની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી આર્થિક સંકડામણમાં લાગતો હતો અને પૈસાની તંગીને કારણે તેમને આ પગલું ભર્યું હોય શકે છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ માતા દક્ષાબેન પર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch