Tue,07 May 2024,2:44 am
Print
header

ACB ટ્રેપ- 1 લાખ રૂપિયા લેનારા ક્લાસ-1 અધિકારી સહિત ત્રણ લોકો પર સકંજો, જાણો વધુ વિગતો

વડોદરાઃ એસીબીએ વધુ એક ઓપરેશન કરીને 1 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે. વી.એસ.તોડકર, નાયબ વન સંરક્ષક પર્યાવરણ એકમ, વર્ગ-1 અધિકારી, વડોદરા સરદાર સરોવર નર્મદા નિગમ, છાણી જકાત નાકા, અનિલ ગોબરભાઇ રૈયાણી (ધંધો-દલાલી કામ, ડી/304 મંગલમ રેસિડેન્સી, સુરત, રાકેશ દાનજીભાઇ ચૌહાણ(ધંધો- ટ્રાન્સપોર્ટ) રહે- 95 કર્મવીર સુંદર બાગ, પીંજ ટુંડેલ રોડ, નડીયાદ- આ ત્રણેય આરોપીઓ સામે એસીબીએ સકંજો કસ્યો છે.

આરોપીઓએ 6 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને છેવટે 1 લાખ રૂપિયામાં બધુ નક્કિ થયું હતુ. ફરીયાદીએ 2021-22 માં સરદાર સરોવર નર્મદા નિગમ લિ. નાયબ વન સંરક્ષક ૫ર્યાવરણ એકમ, નર્મદા નહેર ભવન તરફથી જુદી જુદી સાઇટોમાં  વનીકરણને લગતી જુદી જુદી કામગીરીમાં ટેન્ડર ભર્યું હતુ, જેમાં રોપાને પાણી પીવડાવવા, નડતરરૂપ વૃક્ષો દૂર કરવા અને સાફ સફાઇ સહિતની કામગીરી મળી હતી. જેમાં બિલો પાસ કરાવવા માટે લાંચ માંગવામાં આવી હતી, ત્રણેય આરોપીઓએ મિલીભગતથી લાંચ લીધી અને એસીબીએ બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. જો કે વી.એસ.તોડકર હજુ ફરાર છે જેને એસીબીની ટીમ શોધી રહી છે.

ટ્રેપીંગ અધિકારીઃ શ્રીમતિ આર.બી.પ્રજાપતિ, પો.ઈન્સ, પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે.ગોધરા

મદદમાં વી .ડી. ધોરડા, પો.ઈ, ફિલ્ડ, ગોધરા-પંચમહાલ એકમ

સુપર વિઝન અધિકારીઃ બી.એમ. પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી, પંચમહાલ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch