ઉત્તર પ્રદેશઃ પીલીભીત જિલ્લામાં સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થઇ ગયા છે, 7 અન્ય લોકો ઘાયલ થયા છે. ગજરૌલા પોલીસ સ્ટેશનના પુરનપુર હાઇવે પર પીકઅપ વાહન ઝાડ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરને જોકું આવી જતા આ અકસ્માત થયો હોવાનો અંદાજ છે.સ્થાનિક પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે, ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે, માર્ગ અકસ્માતની માહિતી મળ્યાં બાદ ડીએમ એસપી અને અન્ય વહીવટી કર્મચારીઓ સાથે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યાં હતા.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા તમામ લોકો લખીમપુર જિલ્લાના ગોલા શહેરના રહેવાસી છે. હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહેલા 17 શ્રદ્ધાળુઓથી ભરેલી પીકઅપ બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે પીલીભીતના મૃતકોના પરવારો સાથે મારી સંવેદના છે, જિલ્લા વહીવટી અધિકારીઓ દ્નારા ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
આ દ્રશ્યો જોઈને તમારું હૈયુ હચમચી જશો, બનાસકાંઠામાં પિતા પગમાં પડ્યાં છતાં દીકરી ટસની મસ ન થઈ અને... | 2023-06-03 17:55:11
રાજ્યમાં પાંચ દિવસ 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે પડી શકે છે વરસાદ | 2023-06-03 17:25:40
Balasore Train Accident: PM મોદીએ સ્થળની મુલાકાત લીધી, હવે ઘાયલોને મળવા હોસ્પિટલ જશે | 2023-06-03 16:49:18
આજે બાગેશ્વરધામના બાબા વડોદરામાં, લક્ઝુરિયસ લક્ષ્મીનારાયણ રિસોર્ટમાં કરાયું ભવ્ય સ્વાગત | 2023-06-03 13:59:32
દારૂનો આવો પણ નશો.... દારૂ પીવા નહીં મળે તેવા ડરથી ઓપરેશન કરાયા વગર જ દર્દી ફરાર- gujaratpost | 2023-06-03 10:15:53
Balasore Train Accident: ગુજરાત ભાજપે કાર્યક્રમો કર્યા સ્થગિત, બચી ગયેલા મુસાફરે કહી રૂંવાડા ઉભી કરી દે તેવી વાત- Gujarat Post | 2023-06-03 10:08:22
ઓડિશામાં ત્રણ ટ્રેન અથડામણમાં અંદાજે 233 લોકોનાં મોત, 1000થી વધુ ઘાયલ | 2023-06-03 07:57:18
કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર, અનેક લોકોનાં મોતની આશંકા, અનેક ઘાયલ | 2023-06-02 22:58:15
છેડતીના 10 કેસ, જાણો 2 FIRમાં બ્રિજભૂષણ શરણ સિંહ પર શું આરોપો છે? | 2023-06-02 09:17:13
અમેરિકન સંસદને સંબોધિત કરશે પીએમ મોદી, સ્પીકર કેવિન મેક્કાર્થીએ મોકલ્યું આમંત્રણ- Gujarat Post | 2023-06-03 10:11:03