Fri,26 April 2024,3:44 pm
Print
header

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, કરમસદના વ્યક્તિની અમેરિકામાં ગોળી મારીને હત્યા

અમેરિકાઃ વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી નાખવામાં આવી છે. મૂળ આણંદના કરમસદના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઇ છે. એટલાન્ટામાં લૂંટના ઇરાદે પિનલ પટેલની ત્રણ અશ્વેતોએ હત્યા કરી છે. આ હુમલામાં તેમના પત્ની અને પુત્રી પણ ઘાયલ થયા છે.

હત્યાની ઘટના બાદ સ્થાનિક પોલીસ અહીં પહોંચી ગઇ હતી અને સીસીટીવીને આધારે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે, આ શખ્સોએ લૂંટના ઇરાદે પિનલ પટેલના ઘરમાં ફાયરિંગ કર્યું હતુ, જેમાં 52 વર્ષીય પિનલભાઇનું મોત થઇ ગયું છે.તેમના પત્ની અને પુત્રીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

અમેરિકા જેવા દેશોમાં પહેલા પણ ગુજરાતીઓ પર હુમલાની આવી ઘટનાઓ બની છે, હવે વધુ એક ઘટનાથી અહીં રહેતા ગુજરાતીઓમાં રોષ વ્યાપી ગયો છે.વારંવાર આવી ઘટનાઓથી લોકોમાં ડરનો માહોલ છે. કરમસદમાં રહેતા પિનલભાઇના સંબધીઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch