Thu,02 May 2024,6:48 am
Print
header

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત...યુનિવર્સિટીમાંથી ગુમ થયા બાદ મળી હતી લાશ

બીજા એક ભારતીય વિદ્યાર્થીની હત્યા

અમેરિકાઃ વિદેશમાં છેલ્લા બે દિવસમાં બે ભારતીય વિદ્યાર્થીઓની હત્યાના સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં જ ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીની એટલાન્ટામાં એક દુકાનમાં ડ્રગ્સ એડિક્ટ દ્વારા હથોડી વડે મારીને હત્યા કરવામાં આવી હતી. હવે શિકાગોની પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થીની હત્યાનો કેસ સામે આવ્યો છે. પોલીસે રવિવારે યુનિવર્સિટી કેમ્પસમાંથી ગુમ થયેલા વિદ્યાર્થી નીલ આચાર્યના મોતની પુષ્ટિ કરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓને રવિવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે વેસ્ટ લાફાયેટના 500 એલિસન રોડ પર એક લાશ મળી આવી છે.તપાસ કરતાં આ લાશ કોલેજના વિદ્યાર્થીની હોવાનું જાણવા મળ્યું. મૃતકની ઓળખ ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય તરીકે થઈ છે.

આ પહેલા રવિવારે નીલની માતા ગૌરી આચાર્યએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લોકોને તેમના પુત્રને શોધવાની અપીલ કરી હતી. કહ્યું હતું કે અમારો પુત્ર નીલ આચાર્ય 28 જાન્યુઆરીથી ગુમ છે. તે પરડ્યુ યુનિવર્સિટી યુએસએનો વિદ્યાર્થી છે, તેને છેલ્લીવાર પરડ્યુ યુનિવર્સિટીમાં ઉબેર કેબ ડ્રાઈવરે ઉતાર્યો હતો. અમને તેની માહિતી જોઈએ છે. જો તમને કંઈ ખબર હોય તો અમને મદદ કરો.

તેમની પોસ્ટ બાદ શિકાગોમાં કોન્સ્યુલેટ જનરલે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે તેઓ પરડ્યુ યુનિવર્સિટીના અધિકારીઓના સંપર્કમાં છે અને આ બાબતે નીલના પરિવાર સાથે પણ વાત કરી રહ્યાં છે. એમ્બેસીએ તમામ પ્રકારની મદદ કરવાની વાત કરી હતી. પરડ્યુ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ક્રિસ ક્લિફટને વિભાગ અને ફેકલ્ટીને મોકલેલા ઈમેલમાં નીલ આચાર્યના મોતની પુષ્ટિ કરી હતી.

અમેરિકાના લિથોનિયામાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીનું મોત 

અમેરિકાના જ્યોર્જિયાના લિથોનિયા શહેરમાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને બેઘર ડ્રગ્સ એડિક્ટ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થી છેલ્લા કેટલાક દિવસોથી આ નશાખોર વ્યક્તિને મદદ કરી રહ્યો હતો. હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ વિદ્યાર્થીને બચાવી શકાયો નથી અને તેનું મોત થઇ ગયું હતુ.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch