Fri,26 April 2024,6:53 am
Print
header

દેશ માંગે ન્યાય, 90% દાઝેલી હાલતમાં ઉન્નાવ ગેંગરેપ પીડિતાનું દિલ્હીની હોસ્પિટલમાં મોત

નવી દિલ્હી: ઉન્નાવ રેપ પીડિતાએ આખરે દમ તોડી નાખ્યો છે, શરીરનો 90 ટકા હિસ્સો બળી ગયો હોવા છંતા ન્યાયની આશામાં જીવતી પીડિતાએ આખરે દમ તોડી નાખ્યો છે, દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં રાત્રે 11.40 વાગ્યે પીડિતાને હાર્ટએટેક આવ્યો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે, અંતિમ ક્ષણોમાં તેને પોતાના ભાઇને કહ્યું હતુ કે હું જીવવા માંગુ છું, મને બચાવી લો, પરંતુ શરીરનો મોટાભાગનો હિસ્સો દાઝી ગયો હોવાથી તેને બચાવી શકાઇ નથી.

શિવમ નામના આરોપીએ પીડિતાનો વીડિયો બનાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતુ, બાદમાં તેના મિત્રો સાથે મળીને તેમને સામૂહિક દુષ્કર્મ કર્યું હતુ, આરોપી શિવમ અને શુભમની ધરપકડ કરાઇ હતી, જ્યારે આરોપીઓ જામીન પર બહાર આવ્યાં પછી તેમને પીડિતાને જીવતી સળગાવી દીધી હતી, બાદમાં પોલીસે શિવમ, શુભમ, રામકિશોર, ઉમેશ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કરી છે, બીજી તરફ પીડિતાની માતાએ માંગ કરી છે કે જીવના બદલામાં જીવ જ જોઇએ, આરોપીઓનું પોલીસ એન્કાઉન્ટર કરો અથવા ફાંસીએ ચઢાવી દો, બીજી તરફ લખનઉમાં ન્યાય માટે પ્રદર્શન શરૂ થઇ ગયા છે, લોકોની માંગ છે કે પીડિતાને ઝડપથી ન્યાય મળવો જોઇએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch