Mon,29 April 2024,12:49 pm
Print
header

મારું આખું જીવન બરબાદ થઈ ગયુ છે...હું પાગલ થઈ ગયો છું, ડોક્ટરે ક્લિનિકમાં ગળેફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા

સ્યૂસાઇડ નોટમાં પત્ની, સાળી અને સાળા પર આક્ષેપ 

ઉત્તર પ્રદેશઃ ગોંડામાં 40 વર્ષીય ડોક્ટરની આત્મહત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે.પોલીસે મૃતક ડોક્ટરની પત્ની, સાળી અને સાળા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે, ડોક્ટર દેવી દયાલે શુક્રવારે ક્લિનિકમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે જણાવ્યું કે સ્યૂસાઈડ નોટમાં ડૉ.દયાલે આત્મહત્યા માટે તેમની પત્ની પ્રિયા યાદવ, સાળી ભારતી અને સાળા રાજુને જવાબદાર ઠેરવ્યાં હતા.દયાલના પિતાની ફરિયાદને આધારે યાદવ અને તેના બે ભાઈ-બહેનો વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સ્યૂસાઇડ નોટને આધારે તપાસ હાથ ધરી છે.

નગર કોતવાલી વિસ્તારના ન્યૂ ઈન્દિરા નગર કોલોનીમાં રહેતા ડોક્ટર દેવી દયાલે શુક્રવારે બપોરે લગભગ 3 વાગ્યે ક્લિનિકમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, આ પગલું ભરતા પહેલા ડોક્ટરે એક વીડિયો મેસેજ રેકોર્ડ કર્યો હતો અને સ્યૂસાઇડ માટે 3 લોકોને જવાબદાર ગણાવ્યાં હતા. ડૉ. દેવી દયાલ પોતાના ઘરે ક્લિનિક ચલાવતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની પત્ની તેમના પર પરિવારથી દૂર રહેવાનું દબાણ કરતી હતી. આ બાબતે ડોક્ટર અને પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. થોડા દિવસો પહેલા ડોક્ટરને પત્ની પ્રિયા યાદવ, સાળી અને સાળા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

ડોક્ટરની આત્મહત્યાની પોલીસે શરૂ કરી તપાસ

પરિવારના જ ત્રણ સભ્યો સામે ગુનો દાખલ કરાયો

ડો.દયાલે નોટમાં લખ્યું છે કે જ્યારથી મારી પત્ની પિયરથી આવી છે ત્યારથી તે મારા પર અને મારા પરિવારના સભ્યો પર અનેક આક્ષેપો કરી રહી છે. છેલ્લા બે મહિનામાં તેને મને ખૂબ માનસિક ત્રાસ આપ્યો છે. મારું આખું જીવન બરબાદ થઈ ગયું છે.મારી જીંદગી બરબાદ થઇ ગઇ છે. હું પાગલ થઈ ગયો છું.તેથી હું  આત્મહત્યા કરી રહ્યો છું. ડોક્ટરની આત્મહત્યા બાદ તેમના પિતા શ્યામનાથ યાદવે પ્રિયા, ભારતી અને રાજુ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સ્યૂસાઇડ નોટ અને ફરિયાદને આધારે કેસની તપાસ હાથ ધરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch