Mon,29 April 2024,1:11 pm
Print
header

ગળું કાપી નખાયું હતુ...બદાયૂંમાં બે માસૂમ બાળકોની ક્રૂર રીતે કરાઇ હતી હત્યા, આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

લખનઉઃ ઉત્તર પ્રદેશના બદાયૂંમાં મંગળવારે સાંજે બે નિર્દોષ બાળકોની હત્યા કરવામાં આવી હતી. મંડી ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. બાળકોની હત્યાની ઘટના બાદ ઘટના સ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયૂં શહેરમાં હંગામો કરીને આગચંપી કરી હતી. ઘટનાની માહિતી મળ્યાં બાદ બદાયૂંના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યાં છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારની બાબા કોલોનીમાં મોડી સાંજે દુકાન ચલાવતા એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને આયુષ, યુવરાજ અને અહાન ઉર્ફે હની ત્રણ સગા ભાઈઓ પર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં  આયુષ (ઉ.વ-12) અને આહાન (ઉ.વ-8) નું મોત થયું હતું. યુવરાજ ગંભીર રીતે ઘાયલ થતા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકો તેમના ટેરેસ પર રમી રહ્યાં હતા. દરમિયાન ગુનેગારે આવીને ત્રણેય બાળકો પર હુમલો કર્યો હતો.

પોલીસે બચાવમાં ગોળીબાર કર્યોઃ આઈજી

આ કેસમાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી જાવેદનું મોત થયું છે. બરેલીના આઈજીએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓનો પીછો કર્યો હતો ત્યારે એક આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં ગુનેગારને ઠાર કરાયો હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીની ઉંમર 25 થી 30 વર્ષ વચ્ચે છે. હાલમાં પોલીસ આરોપીઓ વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે.

હત્યા બાદ બદાયૂંમાં હંગામો અને આગચંપી

બે બાળકોની હત્યા બાદ બદાયૂંમાં તણાવ ફેલાઈ ગયો હતો, ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. રોષે ભરાયેલા લોકોએ હંગામો મચાવ્યો હતો અને ઘણી જગ્યાએ આગ ચાંપી હતી. ટોળાએ એક દુકાન અને બાઇકની તોડફોડ કરી હતી. ટોળાએ રોડ કિનારે હાજર કેટલીક ગાડીઓને પણ આગ ચાંપી દીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બદાયૂંમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યાં હતા.

બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં

પોલીસના જણાવ્યાં અનુસાર બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.નારાજ ભીડને સ્થળ પરથી હટાવી દેવામાં આવી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch