Sat,27 April 2024,12:17 pm
Print
header

રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે

સુરતઃ ડુપ્લીકેટ માર્કશીટના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે, જેના તાર ફરીદાબાદ સુધી જોડાયેલા છે. થોડા સમય પહેલા કેરળના તિરુવનંતપુરમમાં સુરતના અક્ષર ભરત કાથડતીયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અક્ષર પર આરોપ હતો કે તેણે ઈટાલી જવા માટે તૈયાર કરેલા દસ્તાવેજોમાં તેણે જે માર્કશીટ જોડી હતી તે ડુપ્લિકેટ હતી. આ કેસમાં જામીન પર છૂટ્યાં બાદ અક્ષર જ્યારે સુરત પહોંચ્યો ત્યારે તેની માતાએ સ્થાનિક સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી દ્વારા પોલીસને જાણ કરી હતી કે તેના પુત્ર પાસેથી મળી આવેલી માર્કશીટ તેણે નથી બનાવી, તે નિલેશ સાવલિયા નામની વ્યક્તિએ બનાવી છે.

અક્ષરની માતાએ ખુલાસો કર્યો

અક્ષરની માતાની અરજીના આધારે સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી તો નિલેશ સાવલિયા નામના વ્યક્તિની અટકાયત કરી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ફરીદાબાદના મનોજ કુમાર નામના વ્યક્તિ પાસેથી તે દેશની વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક બોર્ડના નામની ડુપ્લિકેટ માર્કશીટ કુરિયર દ્વારા મેળવે છે અને જરૂરિયાતમંદ લોકોને પૈસાથી આપે છે

137 ડુપ્લીકેટ માર્કશીટ જપ્ત

આ માહિતી બાદ સિંગણપોર પોલીસે નિલેશ સાવલિયાના ઠેકાણાં પર દરોડા પાડ્યાં હતા,જ્યાંથી પોલીસે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક બોર્ડના નામે બનાવેલી 137 ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરી હતી.આ કેસમાં પોલીસે નિલેશ સાવલિયાની વિધિવત ધરપકડ કરી છે.

નિલેશ સાવલિયા ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને વેચતો હતો

નિલેશ સાવલિયા છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ શૈક્ષણિક બોર્ડ અને યુનિવર્સિટીના નામે ડુપ્લીકેટ માર્કશીટ બનાવી લોકોને વેચતો હતો. સ્થાનિક સિંગણપોર પોલીસને નિલેશ સાવલિયા સંબંધિત અરજી મળતાં પોલીસે અરજીમાં કરાયેલા આક્ષેપોની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નિલેશ સાવલિયા ડુપ્લીકેટ માર્કશીટ બનાવવા અને વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

નકલી માર્કશીટનું કાળું બજાર ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયું છે

સુરતનો રહેવાસી નિલેશ સાવલિયા આ ડુપ્લીકેટ માર્કશીટ ફરીદાબાદમાં રહેતા મનોજ કુમાર નામના વ્યક્તિ પાસેથી તૈયાર કરાવી મંગાવતો હતો અને પછી આવી ડુપ્લીકેટ માર્કશીટ રસ ધરાવતા લોકોને સારી એવી રકમમાં વેચતો હતો.

ડુપ્લિકેટ માર્કશીટ 60 હજાર રૂપિયામાં વેચતો હતો

નિલેશે કેરળ શિક્ષણ બોર્ડની 12મી પાસની ડુપ્લિકેટ માર્કશીટ તિરુવનંતપુરમમાં ઝડપાયેલા અક્ષર નામના વ્યક્તિને 60 હજાર રૂપિયામાં વેચી હતી. કેરળ શિક્ષણ બોર્ડ દ્વારા ડુપ્લિકેટ માર્કશીટ પકડાતા અક્ષર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

છેલ્લા 13 વર્ષથી ડુપ્લીકેટ માર્કશીટનો કાળો કારોબાર ચાલતો હતો

આ કેસની માહિતી આપતા સુરત પોલીસના ડીસીપી પરમારે જણાવ્યું કે સુરતના નિલેશ સાવલિયા અને ફરીદાબાદના મનોજ કુમાર 2011થી એકબીજાના સંપર્કમાં હતા. નિલેશ સાવલિયાના આદેશથી મનોજકુમાર વિવિધ બોર્ડ અને યુનિવર્સિટીની માર્કશીટ તૈયાર કરીને કુરિયર દ્વારા સુરત મોકલતો હતો અને ત્યારબાદ નિલેશ તે ડુપ્લીકેટ માર્કશીટ જરૂરિયાતમંદ લોકોને આપતો હતો. સુરતના સિંગણપોર વિસ્તારમાં છેલ્લા 13 વર્ષથી ડુપ્લીકેટ માર્કશીટનો કાળો કારોબાર ચાલતો હતો. તેની ખબર પોલીસ કે અન્ય કોઈને ન હતી.

હજુ મોટો ઘટસ્ફોટ થઈ શકે છે

ફરીદાબાદનો રહેવાસી મનોજ કુમાર માત્ર નિલેશ સાવલિયાના જ સંપર્કમાં નહીં હોય, પરંતુ એવા ઘણા લોકો હશે જેઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનો કાળો કારોબાર કરતા હશે. કોણ જાણે કેટલા લોકોએ ડુપ્લીકેટ માર્કશીટનો ઉપયોગ કરીને પોતાનો ઈરાદો પૂરો કર્યો હશે. મનોજ કુમારનું ફરીદાબાદનું નેટવર્ક આંતર-રાજ્ય સ્તરનું છે, જે રાષ્ટ્રીય સ્તરની કોઈ મોટી તપાસ એજન્સી તેની તપાસ કરે તો બહાર આવી શકે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch