Fri,26 April 2024,11:33 am
Print
header

ઉમેશ પાલ હત્યા કેસમાં વધુ એક એન્કાઉન્ટર, શૂટર ઉસ્માનને કરાયો ઠાર- Gujarat Post

લખનઉઃ ઉમેશ પાલ હત્યા કેસમાં પ્રયાગરાજ પોલીસને મોટી સફળતા મળી છે. ઉમેશ મર્ડર કેસમાં સંડોવાયેલા એક શાતિર શૂટરને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. હત્યા બાદ પોલીસ આરોપી ઉસ્માનને શોધી રહી હતી અને હવે તેને ઠાર કર્યો છે.

પ્રયાગરાજના કૌંધિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને આરોપી વિજય ઉર્ફે ઉસ્માન વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં ઉસ્માનને ગોળી વાગી હતી. જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું છે.

પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. ઉસ્માન ચૌધરીએ ઉમેશ પાલ અને કોન્સ્ટેબલને પહેલા ગોળી મારી હતી. આરોપી વિજય ઉર્ફે ઉસ્માન પર 50 હજાર રૂપિયાનું ઈનામ હતું.

અગાઉ, ઉમેશ પાલ અને બે કોન્સ્ટેબલની હત્યામાં સામેલ અરબાઝ પણ ગયા સોમવારે પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અરબાઝ ક્રેટા કાર ચલાવી રહ્યો હતો, જેમાં રહેલા શૂટરોએ ઉમેશ પાલ પર હુમલો કર્યો હતો. હુમલામાં વપરાયેલી ક્રેટા કાર ચકિયા વિસ્તારમાંથી મળી આવ્યાં બાદ પોલીસ એન્જિન અને ચેસીસ નંબરથી આરોપી અરબાઝ સુધી પહોંચી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch