Sat,27 April 2024,6:48 am
Print
header

ભાજપનો ભરતી મેળો, વધુ બે નેતાઓ ભાજપમાં જોડાયા, એક નેતાએ કહ્યું દારૂબંધી હટાવો- Gujarat Post

(ખુમાનસિંહને ખેસ પહેરાવતાં પાટીલ)

  • 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનો ભરતી મેળો 
  • પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા ભાજપમાં જોડાયા
  • કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દલપત વસાવા ભાજપમાં જોડાયા
  • ભરૂચ કોંગ્રેસના અન્ય નેતાઓ ભાજપમાં જોડાયા

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપનો ભરતી મેળો ચાલુ છે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે ગુરુવારે કેસરિયો ધારણ કર્યાં બાદ વધુ બે નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. શંકરસિંહ વાઘેલાની રાજપામાં જનારા અને ગત્ત વિધાનસભા ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ભરૂચના નેતા ખુમાનસિંહ વાસીયા ભાજપમાં જોડાયા છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દલપત વસાવા ભાજપમાં સામેલ થયા છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે 12.30 કલાકે સી.આર. પાટીલની હાજરીમાં બંનેએ કેસરીયો ધારણ કર્યો હતો.

ભાજપમાં સામેલ થયા બાદ ખુમાનસિંહે મીડિયાને જણાવ્યું કે મારું વ્યક્તિગત રીતે માનવું છે કે ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ. અગાઉ ખુમાનસિંહે ગુજરાતમાં ખરાબ દારૂ મળે છે તેવી રજૂઆત કરીને દારૂબંધી હટાવી લેવાની માંગ કરી હતી. કહ્યું કે આજે પણ હું દારૂબંધી હટાવવાની તરફેણમાં છું. ખુમાનસિંહના નિવેદન બાદ વિપક્ષ ફરીથી ભાજપની ઝાટકણી કાઢશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch