સાબરકાંઠાઃ હિંમતનગર-ઈડર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 5 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતની જાણ થતા સ્થાનિકો અને પોલીસ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે. પરિવારના સભ્યોના મોતથી સગા-સબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
હિંમતનગર-ઈડર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 7 મહિનાની બાળકી સહિત 5 સભ્યોના કમકમાટીભર્યાં મોત થયા છે. મૃતકોમાં 2 મહિલા, 2 બાળકી અને એક પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. જાદર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોમાં એક ડૉક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર પરિવાર બર્થ ડે પાર્ટીમાંથી (birthday party) પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસનો અકસ્માત, બાળકો સહિત 45 ભારતીયોનાં મોત | 2025-11-17 11:47:24
રૂ. 40 કરોડનું 100 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ લગાવ્યં, રૂ. 2 લાખની નોટ જપ્ત | 2025-11-15 19:11:51
આ ઘટના ખતરનાક છે, ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોની લાશો દાટેલી હાલતમાં મળી | 2025-11-16 19:44:45
6 લોકોનાં મોત, જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગુજરાતનાં શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો | 2025-11-16 11:49:11