Fri,26 April 2024,11:20 am
Print
header

T- 20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમની નવી જર્સી થઈ લોન્ચ, BCCI એ શેર કરી તસવીર

નવી દિલ્હીઃ આઈપીએલ 2021 બાદ તરત જ ટી-20 વર્લ્ડકપ શરૂ થશે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં હવે ટીમ ઈન્ડિયા નવી જર્સીમાં જોવા મળશે. બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે ટ્વીટ કરીને ટીમની નવી જર્સી ચાહકો સાથે શેર કરી હતી. બીસીસીઆઈએ ટ્વીટમાં લખ્યું, 'ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી.'

ટીમ ઇન્ડિયાની નવી જર્સી જૂની જર્સીથી થોડી અલગ છે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયા જે જર્સી પહેરી હતી તે ઘેરા વાદળી રંગની હતી. આ જર્સી પણ સમાન રંગની છે પરંતુ તેની ડિઝાઇન અલગ છે. તેમાં વચ્ચે આછા વાદળી રંગની પટ્ટી પણ આપવામાં આવી છે. અગાઉની જર્સીમાં, ખભા પર તિરંગો હતો, આ જર્સીમાં ખભા પર કોઈ ડિઝાઇન નથી.

ભારત ટી-20 વર્લ્ડકપ અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમીને કરશે, આ મુકાબલાની અત્યારથી જ ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch