Tue,07 May 2024,8:25 pm
Print
header

ACB ટ્રેપ- રૂ.1 લાખની લાંચ માંગનારા રેલવેના પ્રોજેક્ટ મેનેજર ઝડપાયા, રૂ.50 હજાર કરાયા રિકવર

સુરતઃ એસીબીએ વધુ એક લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે, આ વખતે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરનારા બાબુ ઝડપાઇ ગયા છે. સ્વરૂપકુમાર રામેન્દ્રકુમાર પાલ, મેનેજર ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ, રહેણાંક-બિલિમોરા,(મૂળ પશ્વિમ બંગાળ) ને 50 હજારની લાંચની રકમ સાથે ઝડપી પાડ્યાં છે. પહેલા તેમને 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

ભારત સરકારનાં ફ્રૈટ કોરીડોર પ્રોજેક્ટ સી.ટી.પી.12 અંતર્ગત વાંનગામ દહાણુ મહારાષ્ટ્ર ખાતે રેલ્વેના પાટા નાખવા અંગેની કામગીરી માટે મોટર ગ્રેડરની જરૂર હતી અને ફરિયાદીએ કોન્ટ્રાક્ટ લેવા માટે કોટેશન અને શરતો લખીને મોકલાવી હતી. ત્યાર પછી ફરિયાદીને ઇમેલથી ત્રણ માસ માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

ફરીથી વધુ ત્રણ મહિના માટેનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ફરિયાદી આરોપી સ્વરૂપકુમાર પાલને મળ્યાં હતા, ત્યારે મહિનાના 20 હજાર પ્રમાણે લાંચ માંગવામાં આવી હતી અંતે 1 લાખ રૂપિયા લેવાના નક્કિ કરાયા હતા.આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી.

આરોપીએ 50 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા છે, હાલમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો તમારી પાસે પણ કોઇ લાંચની માંગણી કરે છો તમે પણ એસીબીમાં ફરિયાદ કરી શકો છો

ટ્રેપિંગ અધિકારી: કે.આર.સકસેના, પોલીસ ઇન્સપેકટર(ફિલ્ડ) એ.સી.બી. સુરત એકમ તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch