Mon,06 May 2024,10:48 am
Print
header

સુરતમાં દારૂ પાર્ટીમાં પોલીસે પાડ્યો ભંગ, મહેફિલ માણતા 20 લોકો ઝડપાયા- Gujarat Post

સ્થળ ઉપરથી વિદેશી દારૂ ભરેલી ત્રણ બોટલો સહિત બે ખાલી બોટલો મળી

પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યાં હતા

20 લોકોને મેડિકલ તપાસ માટે મોકલાયા

સુરતઃ રાજ્યમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે લગભગ દરરોજ મોટાપાયે દારૂ પકડાઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ લોકો પાર્ટીઓ કરી રહ્યાં છે.સુરતના ડિંડોલી વિસ્તારમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. રાજ મહેલ કોમ્પ્લેક્સની ઓફિસમાં રેડ કરતા 20 લોકો ઝડપાયા હતા. જમીન દલાલ અનુરાગ શુક્લાએ જન્મદિવસની પાર્ટી રાખી હતી. જેમાં પોલીસે ભંગ પાડીને તમામની અટકાયત કરી છે.

પોલીસે 3 દારૂની બોટલો કબ્જે કરી છે. પકડાયેલા કેટલાંક વ્યક્તિઓના રાજકારણીઓ સાથે સંબંધ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પકડાયેલા 20 શખ્સોમાંથી એકની તબિયત લથડી હતી. તબિયત બગડતા એમ્બ્યુલન્સ બોલાવીને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. 31 વર્ષીય વિનય રવિશંકર પાંડેની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch