Thu,02 May 2024,3:40 am
Print
header

સુરતમાં બર્થ-ડે સેલિબ્રેશનમાં હવામાં ફાયરિંગ, વીડિયો વાઇરલ થયા બાદ બે લોકોની ધરપકડ

સુરતમાં અગાઉ બર્થડે પાર્ટી કે લગ્નમાં હવામાં ફાયરિંગના અનેક બનાવો બન્યાં છે, હવે વધુ એક ફાયરિંગની ઘટના બનતા સુરત પોલીસ દોડતી થઇ ગઇ છે, અડાજણ વિસ્તારમાં જાહેરમાં હરદત્ત વાસંદિયાએ બર્થડે પાર્ટીમાં  તલવારથી  કેક કાપી હતી બાદમાં રિવોલ્વર વડે હવામાં ફાયરિંગ કર્યું હતુ, તેના મિત્ર અનિલ ઉમેશભાઇ પટેલનો જન્મદિવસ હતો, તેને પણ ફાયરિંગ કર્યું હતુ, હરદત્ત મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર દિલીપ વાસંદિયાનો પુત્ર છે, આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

રોડની સાઇડમાં જાહેરમાં જ ત્રણથી ચાર કેક કપાઇ હતી, જેમાં એક કેક ઉપર દરબાર, બીજી કેક પર પ્રધાન લખવામાં આવ્યું હતુ, આ વીડિયો જૂનો હોવાનું કહીને તેમને પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ હરદત્તના ફેસબુકમાં તે હાલમાં અપલોડ કરાયો છે, જેથી નક્કિ છે કે આ વીડિયો અત્યારનો જ છે, ફેસબુકમાં એક વીડિયો એવો છે, જેમાં હરદત્તના પિતા પણ ફાયરિંગ કરી રહ્યાં છે.

પોલીસે અનિશ ઉમેશભાઇ પટેલ જેનો જન્મદિવસ હતો તે યુવાન અને ફાયરિંગ કરનાર હરદત વાસંદિયાની  ધરપકડ કરી છે. વાયરલ વીડિયોમાં ફાયરિંગ કરનાર હરદત્ત વાસંદિયા અને તેના પિતા દિલીપસિંહ વાસંદિયા અગાઉ પણ અનેક વખત ફાયરિંગ કરી ચુક્યાંનું સામે આવ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch