Sat,27 April 2024,6:25 pm
Print
header

નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ

સુરતઃ પલસાણા પોલીસે ઇન્ટરનેશનલ ક્રિકેટ (વુમન IPL) મેચ પર સટ્ટો રમાડતા 10 લોકોની ધરપકડ કરાઇ છે. પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી 41 મોબાઈલ, 8 લેપટોપ અને અલગ-અલગ બેંકોના 23 એટીએમ કાર્ડ સહિત 8 લાખ 31 હજાર રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રૂ. 20 કરોડના ટ્રાન્ઝેક્શનના હિસાબ મળ્યાંનો દાવો કર્યો છે.

પલસાણા પોલીસ ઈન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલને એવી બાતમી મળી હતી કે કારેલી ગામ પાસે ફ્લાવર સોસાયટીના મકાનમાં રહેતા કરણસિંહ ઉદારામ નામના વ્યક્તિએ અન્ય લોકો સાથે મળીને ખોટી કંપની બનાવી છે. ઉપરાંત તે કંપનીના નામે બેંક ખાતું પણ ખોલવ્યું છે.

પલસાણા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ

મહિલા IPL લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલી રહેલી 20-20 ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહ્યાં છે, તેવી માહિતી મળતા પોલીસે તેમના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યાં હતા. આ મામલે પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. પલસાણા પોલીસે એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના હાથે ઝડપાયેલા દુદારામ મેઘારામ ચૌધરી મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે. ઉપરાંત શુભમ શ્યામલાલ ભગત, પિંકેશ કુમાર, વિનોદ કુમાર ભગત, સિયારામ કૃપારામ જાટ, પ્રકાશ કુમાર અસલાજી ચૌધરી, સોનારામ ભોલારામ જાટ, પ્રભુરામ લગારામ જાટ, કિશન મેઘારામ જાટ, પુનારામ દારામ ચૌધરી અને એક સગીર છોકરો છે.

આ મામલે એસપીએ જણાવી આ વાત

સુરત ગ્રામ્ય એસપીના જણાવ્યાં અનુસાર તેમના જ ઘરમાં મહિલા IPL T-20 ક્રિકેટ મેચ પર સટ્ટાબાજીના આ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેઓ અન્ય લોકોના નામે કંપની બનાવી અલગ-અલગ બેંક ખાતા ખોલાવી ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. પોલીસને 15 જેટલા બેંક કરંટ એકાઉન્ટ મળી આવ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch