Wed,08 May 2024,1:42 am
Print
header

સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો, હવે વિશ્વ ડાયમંડ સિટીની વધુ નજીક આવશે

સુરતઃ કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે આ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘઘાટન કરવા જઈ રહ્યાં છે. સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવો એ આર્થિક વિકાસ વધારવા, વિદેશી રોકાણ આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સર્વોપરી છે.

પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, સુરત ગતિશીલતા, નવીનતા અને જીવંતતાનો પર્યાય છે. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી કનેક્ટિવિટી અને કોમર્સને વેગ મળશે. તે વિશ્વને સુરતમાં રહેલી તકો શોધવાની તક આપશે.કેન્દ્ર સરકારે સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગ માટે રૂપિયા 353 કરોડ મંજૂર કર્યાં હતા. જ્યારે 4-સ્ટાર GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ) રેટેડ ટર્મિનલ ₹160 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે.

પીક અવર્સ દરમિયાન 1800 મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ

બાકીની મંજૂર રકમનો ઉપયોગ એરપોર્ટ પર એપ્રોન અને સમાંતર ટેક્સી ટ્રેક બનાવવા માટે કરવામાં આવશે. નવા ટર્મિનલથી એરપોર્ટની પેસેન્જર ક્ષમતા 17.5 લાખથી વધીને 20.6 લાખ થશે. તે પીક અવર્સ દરમિયાન એક સમયે 1800 મુસાફરોને હેન્ડલ કરી શકશે. નવી ઇમારતમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને પાંચ બેગેજ કેરોસેલ્સ હશે. સુરત એરપોર્ટે ફોર-વ્હીલર, ટેક્સી, બસ, ટુ-વ્હીલર્સ, કર્મચારીઓ અને VIP માટે પાર્કિંગ માટે વિશાળ વિસ્તાર પણ બનાવ્યો છે.

એર ઈન્ડિયા તેની પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરશે

નવા પાર્કિંગમાં રિક્ષા માટે જગ્યા આપવામાં આવી છે, જેનાથી મુસાફરો માટે સુલભતા અને સગવડતા વધી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુરતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઓફર કરનાર તે દેશની પ્રથમ એરલાઈન હશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવા પર જણાવ્યું હતું કે, 'નાગરિક ઉડ્ડયનમાં વધુ એક ઐતિહાસિક દિવસ જ્યારે કેબિનેટના નિર્ણયથી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પનું પરિણામ છે જેના કારણે હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત સુરતને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ મળશે.

એરપોર્ટનું નામ પીએમ મોદીના નામ પર રાખવાની માંગ

એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટ 17 ડિસેમ્બર, 2023ના રોજ સુરતથી દુબઈ જશે. ફ્લાઇટ સવારે 11:40 વાગ્યે સુરતથી ઉપડશે અને બપોરે 1:30 વાગ્યે દુબઈ ઉતરશે. તે દુબઈથી બપોરે 2:30 વાગે રવાના થશે અને સાંજે 7 વાગે સુરત ઉતરશે. સુરત એરપોર્ટ એક્શન કમિટીએ પત્ર લખીને શહેરના એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની માંગ કરી છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીએ આ પત્ર વડાપ્રધાન કાર્યાલય (PMO)ને મોકલ્યો છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીએ ડાયમંડ સિટીને ઈન્ટરનેશનલ એરપોર્ટ મેળવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch