Fri,26 April 2024,8:56 am
Print
header

ACB એ 50 હજાર રૂપિયાની લાંચ લેતા સરપંચને ઝડપી લીધો, સુરતના જોખા ગામનો બનાવ

સુરતઃ એન્ટી કરપ્શન બ્યુરોએ કામરેજ તાલુકાના જોખા ગામના સરપંચને 50 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો છે. આરોપી હિતેશ કાંતિલાલ જોષી તેના ઘરે જ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો છે લાંચની રકમ રિકવર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જોખા ગામના લાભાર્થીઓના મંજૂર થયેલા મકાનો બનાવી આપવાનું કામ આપવા માટે ફરિયાદી પાસે લાંચ લેવાઇ હતી.

સરપંચે ફરીયાદી પાસે અગાઉ રૂપિયા 11 હજાર અને બાદમાં 40 હજાર લઇ લીધા હતા બાદમાં ફરિયાદીને ઘરે બોલાવીને બીજા 50 હજાર રૂપિયા પડાવી લેવાની ફિરાકમાં હતો. ફરિયાદી હવે લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીના ટોલ ફ્રી નંબર પર ફોન કર્યો હતો જેમાં એસીબીના અધિકારીઓએ છટકુ ગોઠવીને સરપંચને લાંચ લેતા ઝડપીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એસીબી, સુપરવિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch