Sun,05 May 2024,1:39 pm
Print
header

આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ

સુરતઃ રાજ્યમાં લાંચનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. ફરીયાદીના મિત્રો વિરૂધ્ધ ઉતરાણ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ એન્ટ્રી નંબર 52/2023 દાખલ થઇ હતી. આ કામના ફરીયાદીને તા 12/09/2023 નારોજ પી.એસ.આઇ. ડી.કે.ચોસલા ( દીલીપ ભરવાડે) ઉતરાણ પોલીસ સ્ટેશનમાં તપાસના કામ માટે બોલાવ્યાં હતા. આક્ષેપિત પી.એસ.આઇ. ચોસલાએ દાખલ થયેલી જાણવાજોગમાં ફરીયાદીનું નિવેદન લઇ એપલ આઇફોન-14 જમા કરી લીધેલો હતો. ત્યાર બાદ ગઇ તા 19/09/2023 નારોજ આ કામના સાહેદ પી.એસ.આઇ.ચોસલાને મળવા ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ગયા હતા.

પી.એસ.આઇ. ચોસલાએ જણાવેલું કે આ તપાસ તેમજ બીજા કોઇ ગુના દાખલ થવામાંથી બચવું હોય તો રૂ. 10 લાખ આપવા પડશે. તેવી વાત આ કામના ફરીયાદીને ગઇ તા 21/09/2023 નારોજ કરી હતી. ફરીયાદી પી.એસ.આઇ. ડી.કે.ચોસલાને આટલી મોટી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે તા 23/09/2023 ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

આરોપી ચોસલાએ ફરીયાદી સાથે મોબાઇલ ફોનથી વાત કરી આરોપી નીલેશ ભરવાડ, પીયુષ બાલાભાઇ રોય, ધંધો મોબાઇલ શોપ રહે. ઇ.102 તુલસી રેસીડન્સી મોટા વરાછાને લાંચના નાંણા લેવા માટે મોકલી આપ્યાં હતા. આરોપી નીલેશ ભરવાડને શંકા જતા સ્થળ ઉપરથી તે ફરાર થઇ ગયો હતો. આરોપી પીયુષ બાલાભાઇ રોયને પંચોની રૂબરૂ રૂ.10 લાખ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો હતો. ભાગ્યોદય હોટલની સામે સર્વિસ રોડ પર કીમ ચોકડી અને કામરેજ ટોલટેક્ષની વચ્ચે આ લાંચ લેવામાં આવી હતી. આ કેસમાં હવે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રેપ કરનાર અધિકારીઃ એમ.કે. સ્વામી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. વડોદરા ફીલ્ડ, વડોદરા

સુપર વિઝન અધિકારીઃ પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch