Mon,29 April 2024,11:22 am
Print
header

સુરેન્દ્રનગરમાં જ્યાં નજર કરું છું ત્યાં કેસરિયા સાગર જ દેખાય છે, નર્મદા વિરોધીઓને સજા મળવી જોઇએઃ મોદી- Gujarat Post

કોંગ્રેસીઓએ અનેક વખત મને નીચ અને મોતનો સોદાગર કહ્યોઃ મોદી 

સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે રાજ્યમાં પ્રચંડ પ્રચારનો ત્રીજો દિવસ છે. પ્રથમ દિવસે વલસાડ અને બીજા દિવસે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધ્યા બાદ આજે સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતુ. મોદીને સાંભળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઝાલાવાડની ધરતી પર વિજય સંમેલનમાં તમારું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગરનાં 5 ઉમેદવારો જીતવાનાં છે. એક સમયે સુરેન્દ્રનગર સુકો પ્રદેશ હતો, આ વિસ્તારોની બહુ ખરાબ સ્થિતિ હતી, અહીં બે દાયકાથી વિકાસ થયો છે,ઝાલાવાડ પંથકમાં નર્મદાનાં પાણીથી જિલ્લાનો વિકાસ થયો છે.

PM મોદીએ કહ્યું, સંતોએ મને હેલીપેડ પર આવીને આશીર્વાદ આપ્યાં. સંતોએ મને ભવ્ય વિજયની શુભકામનાઓ આપી છે. આ સંતોના આશીર્વાદ ક્યારેય એળે ન જાય.ઝાલાવાડની ધરતી પર તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યાં છે. આજે જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં કેસરિયા સાગર દેખાય છે. મુખ્યમંત્રી હતો ત્યારે પણ સુરેન્દ્રનગરમાં વારંવાર આવતો હતો.સુરેન્દ્રનગરની જનતાએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે.

નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગરને મળ્યો છે. જે બાદ તેમણે નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું, જેમને પદ પરથી હટાવ્યાં તેઓ આજે યાત્રા કરી રહ્યાં છે. નર્મદા વિરોધીઓને સજા કરવા માટે આ ચૂંટણી યાદ રહેવી જોઇએ, મેઘા પાટકરના ખબા પર હાથ મુકીને રાહુલ ચાલી રહ્યાં હતા, તે મામલે મોદીએ તેમની ઝાટકણી કાઢી છે.

સુરેન્દ્રનગર જિલ્લો મીઠું પકવવાની અંદર એક્કો

હિંદુસ્તાનનું 80% મીઠું ગુજરાતમાં પેદા થાય છે. તેનાથી લાખો લોકોને રોજગાર મળે છે. આજે ભાજપની સરકારે 100 જેટલી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે. પહેલાના સમયમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે બીજા રાજ્યમાં જવું પડતું હતું આજે બીજા રાજ્યના લોકો આપણા ગુજરાતની ધરતી પર અભ્યાસ કરવા આવે છે. તમે મને નીચ, મોતનો સોદાગર કહ્યો, વાર તહેવારે થતા અપમાન હું ગળી જાઉં છું કારણ કે, મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે, મારે આપણા ભારતને વિકસિત ભારત બનાવવાનું છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch