Sat,27 April 2024,1:04 am
Print
header

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, 6 જૂને ધોરણ 10નું પરિણામ થશે જાહેર- Gujarat Post

કાલે ધોરણ 12નું અને 6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે

બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે

ગાંધીનગરઃ લાંબા સમયથી પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામ અંગે મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલે ધોરણ 12નું અને 6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટ્રીના પુરી થતાં હવે પરિણામ જાહેર થશે.પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, તે બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે.દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે પછી  સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.

શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યાં અનુસાર જૂન મહિનામાં શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો.જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. જેને કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતું. હવે કોન્ફરન્સ પુરી થતાં અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા હતા,આવતીકાલે 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂને ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થશે.ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ પરીક્ષાર્થી નોંધાયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch