Fri,26 April 2024,12:38 pm
Print
header

શ્રેય હોસ્પિટલમાં કોરોનાનાં 8 દર્દીઓનું મોત, પહેલી વખત કોઇ કોરોના દર્દીનું પીએમ ગુજરાતમાં થશે

અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ઘટનાને પગલે લોકોમાં આઘાત સાથે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે જે 8 લોકોના મોત થયા છે તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે.ગુજરાતમાં કોરોનાના દર્દીઓનાં મૃતદેહનું સૌ પ્રથમ વખત પીએમ (પોસ્ટમોર્ટમ) અમદાવાદ સિવિલમાં થશે. અમદાવાદ સિવિલના ઇન્ચાર્જ એમ.એમ પ્રભાકરે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓનાં મૃતદેહનું પીએમ કરવાં માટે જેવી રીતે કોરોનાના દર્દી પાસે જતા પહેલા રાખવામાં આવતી તમામ તકેદારી પીએમ કરતી વખતે પણ રાખવામાં આવશે. PPE કીટ પહેરીને પીએમ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, હાલ તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે પણ તેમને એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવ્યાં  છે. પોસ્ટમોર્ટમ વિભાગનાં સ્ટાફને પીએમ દરમિયાન લેવામાં આવતી તમામ ગાઈડ લાઇનની માહિતી આપ્યાં બાદ જ PPE કીટ પહેરીને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch