Fri,26 April 2024,6:21 am
Print
header

વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થનાર વ્યક્તિને 3 મહિના બાદ અપાશે બીજો ડોઝઃ કેંદ્ર સરકાર

નવી દિલ્હીઃ કોરોના વેક્સિનેશનને લઈને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે તો બીજો ડોઝ રિકવરીના ત્રણ મહિના બાદ જ આપવામાં આવશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે પ્રથમ ડોઝ લીધા બાદ જો કોઈ વ્યક્તિ સંક્રમિત થશે તો બીજો ડોઝ રિકવરીના ત્રણ મહિના બાદ જ આપવામાં આવશે. 

કોઈ વ્યક્તિ રસી લીધા બાદ અથવા COVID થી પીડિત થવા પર RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યાંના 14 દિવસ બાદ રક્તદાન કરી શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે રસીકરણની ભલામણ કરવામાં આવી છે. કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી અથવા પ્લાઝમા આપવામાં આવ્યાં છે તેમને પણ હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી ત્રણ મહિના બાદ રસી આપવામાં આવશે, એવા લોકો જે ગંભીર બિમારીથી પીડિત છે અને તેમને દાખલ કરવાની જરુર અથવા તો આઈસીયુ કેરની જરુર છે તેમણે પણ ચારથી લઈને આઠ અઠવાડિયા સુધી રસી માટે રાહ જોવી પડશે. ગર્ભવતી મહિલાઓને રસી આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch