અમદાવાદઃ ગુરુવારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદના કારણે વાવણી કરવામાં આવેલ મગફળી, કપાસ, એરંડા સહિત અન્ય પાકને નુકસાન થવાની સંભાવના છે. શુક્રવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગુરુવારે દક્ષિણ ગુજરાતના જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના મોરૂકા ગામમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આ જિલ્લાઓમાં આજે પણ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર શુક્રવારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીરસોનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે ગાંધીનગરમાં સૌથી નીચું તાપમાન છે.
બદલાતા હવામાન વચ્ચે તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધતા જતા તફાવતને કારણે બેવડી ઋતુ છે. પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું. જેના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. ગાંધીનગરમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન છે.
અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 19.9 અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. આવી સ્થિતિમાં લોકો ગરમી અને ઠંડી બંને અનુભવી રહ્યા છે.વડોદરામાં લઘુત્તમ તાપમાન 36.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું. સુરત શહેરનું મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ 22.6 ડિગ્રી અને રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 37.1 અને લઘુત્તમ 21.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
વરસાદના કારણે ફટાકડાના વેપારીઓ પણ પરેશાન છે. દિવાળીના કારણે ફટાકડાનું વેચાણ થતું હોવાથી વેપારીઓએ ખુલ્લા આકાશ નીચે સ્ટોલ લગાવ્યાં છે. ફટાકડા ભીના થવાના કારણે નુકસાન થવાની સંભાવના છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા | 2023-11-26 09:48:01